Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોરડી ગામે 4 લોકો પર હુમલો કરનાર દીપડો પકડાયો:વન વિભાગે ડ્રોનથી લોકેશન ટ્રેસ કરી 30 કલાક બાદ પાંજરે પૂર્યો

    6 days ago

    ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે 30 કલાકની ભારે જહેમત બાદ આખરે પાંજરે પૂર્યો છે. આ હિંસક દીપડાએ બે ખેડૂત, એક અન્ય ગ્રામજન અને એક વનકર્મી પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. દીપડાને પકડવાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. ઘટનાની વિગત મુજબ, થોરડી ગામે એક કેળાના ખેતરમાં સવારે કાકા-ભત્રીજા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ નજીકના વિસ્તારમાં જ અન્ય એક ખેડૂત પણ આ દીપડાનો ભોગ બન્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગનું મેગા રેસ્ક્યુ ઓપરેશન દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક 3 થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ દીપડો તેમાં પુરાયો ન હતો. આ દરમિયાન સાંજના સમયે સર્ચ ઓપરેશન ચલાવી રહેલા એક વનકર્મી પર પણ દીપડાએ હુમલો કરતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. 30 કલાક બાદ મળી સફળતા પરિસ્થિતિની ગંભીરતાને જોતા જસાધાર પૂર્વ રેન્જના DCF તોમર, સ્થાનિક RFO, ફોરેસ્ટર અને ગાર્ડ સહિતનો મોટો કાફલો 30 કલાકથી વધુ સમય સુધી ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો અને દીપડાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યો હતો. દીપડો પાંજરા તરફ ન આવતો હોવાથી વન વિભાગે વહેલી સવારથી જ ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અંતે ટ્રેન્ક્યુલાઈઝ કરાયો વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને બેહોશ (ટ્રેન્ક્યુલાઈઝ) કરીને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. દીપડો પકડાતા જ વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ આ દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Netherlands vs Japan highlights, FIFA World Cup 2026: JPN hold NED 2-2 in group game
    Next Article
    પાવાગઢમાં 10-12 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા:પોલીસ-દુકાનદારોના વોટ્સએપ ગ્રુપે વાલીઓ સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment