Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપરની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા 4 પકડાયા:21,300 રોકડ, 4 મોબાઈલ સહિત 37,300નો મુદ્દામાલ જપ્ત, 5 ફરાર થયા

    2 days ago

    સુરેન્દ્રનગર શહેર બી ડિવિઝન પોલીસે રાજપર ગામની સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા ચાર લોકોને પકડ્યા છે. પોલીસે કુલ 37,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, પાંચ આરોપીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે દરોડા પાડ્યા ત્યારે 21,300 રૂપિયા રોકડા, 16,000 રૂપિયાના ચાર મોબાઈલ ફોન અને ગંજીપાનાના 52 પાનાં જપ્ત કર્યા હતા. આ મામલે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરાઈ છે. પકડાયેલા આરોપીઓમાં બળદેવભાઈ ઘનશ્યામભાઈ સાપરા, રામજીભાઈ લાલજીભાઈ આલ, રાયમલભાઈ ખોડાભાઈ મીઠાપરા અને ભગીરથભાઈ જોરુભાઈ ખાચરનો સમાવેશ થાય છે. ફરાર થયેલા આરોપીઓમાં રાજુભાઈ દેગામડીયા, કેતનભાઈ ઉર્ફે બચ્ચન ભાણજીભાઈ વાઘેલા, સુરેશભાઈ ઘનશ્યામભાઈ દેગામડીયા, કરણભાઈ દિલીપભાઈ વાણંદ અને દીનેશભાઈ રાજપૂતનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મોરબીની શાળાની સરપ્રાઈઝ મુલાકાત લીધી:વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ અને મધ્યાહન ભોજન રસોડાની ચકાસણી કરી, ગુણવત્તા સુધારવા સૂચનો કર્યા
    Next Article
    વનરક્ષક અને વનપાલ દ્વારા પડતર માંગણીઓ અંગે આંદોલનની ચીમકી:ગીર પશ્ચિમ વન વિભાગમાં વનરક્ષકો અને વનપાલની પાંચ મુખ્ય માંગણીઓ મુદ્દે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનનું એલાન, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment