Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટનગરમાં નશાનું નેટવર્ક ઝડપાયું:સેકટર 4માં થરાદના 20 વર્ષીય યુવકે ભાડાના ફ્લેટને ચરસનો અડ્ડો બનાવી દીધો, મધરાત્રે LCBએ ઓપરેશન પાર પાડ્યું

    1 week ago

    તાજેતરમાં પાટનગરના ગિફ્ટ સિટીના વૈભવી ફલેટમાંથી ગાંજાનું ઇન્ટેન્શનલ નેટવર્ક ઝડપાયું હતું. એવામાં શહેરના સેક્ટર-4માં આવેલા સ્વરાજ કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને નશીલા પદાર્થ ચરસના મોટા જથ્થા સાથે થરાદના 20 વર્ષીય યુવકને દબોચી લીધો છે. LCBની આ કાર્યવાહીમાં આશરે 1.05 કિલોથી વધુ ચરસ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 3.94 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડ્યો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, બનાસકાંઠાનો એક યુવક સેક્ટર-4/એ સ્થિત સ્વરાજ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર એ-102માં ગેરકાયદેસર ચરસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરી અને તેમની ટીમે પંચો અને એફએસએલ અધિકારીને સાથે રાખી રાત્રે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી એક સૂટકેસ મળી આવી આ ફ્લેટમાં તપાસ દરમિયાન આરોપી લૈલેશ કુંભાભાઇ ચૌધરી (ઉ.વ. 20, રહે. રાણેસરી, તા. થરાદ) પાસેથી એક સૂટકેસ મળી આવી હતી. જેની અંદરથી 35 ઝીપ લોકવાળી નાની બેગ અને બે લંબચોરસ પાર્સલ મળી આવ્યા હતા. ત્યારે FSL અધિકારી એસ.બી. ચાવડા દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ચરસ હોવાનું પૂરવાર થયું હતું. આ મામલે પોલીસે કુલ 1.05 કિલોગ્રામ ચરસ કબજે કર્યું છે. જેની બજાર કિંમત અંદાજે 3,89,350 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી આ અંગે LCB પીઆઇ ડી.બી.વાળાએ જણાવ્યું કે, પોલીસ પૂછપરછમાં આરોપી લૈલેશ ચૌધરીએ કબૂલાત કરી હતી કે, આ ચરસનો જથ્થો તેને ગત 17 માર્ચના રોજ થરાદ ખાતે ભુરાભાઇ નામના શખ્સે આપ્યો હતો. લૈલેશ આ જથ્થો લઇ 18 માર્ચના રોજ ગાંધીનગર આવ્યો હતો અને અહીં નાની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને વેચવાની પેરવીમાં હતો. પોલીસે ચરસ ઉપરાંત મોબાઇલ ફોન, આધારકાર્ડ અને સૂટકેસ સહિત કુલ 3,94,350નો મુદ્દામાલ જપ્ત કરી સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘નીકળ લુખ્ખા, મારુ પો.સ્ટેશન છે અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં, બધાના નામ લખો; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન
    Next Article
    Surat Canal Broke | સુરતના કંટવા ગામે નહેરમાં સર્જાયું ભંગાણ | Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment