Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુવીની સ્વિંગની ધાર ક્યાં ગાયબ થઈ ગઈ?:4 વર્ષ બાદ કમબેક; 2 મેચ, 8 ઓવર ને આપી દીધા 99 રન; જાણો ક્યાં થઈ રહી છે મોટી ચૂક

    6 days ago

    ટીમ ઇન્ડિયાના જે સ્ટાર સ્વિંગ બોલરના કમબેકની ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેણે જ્યારે 4 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય T20I ટીમમાં વાપસી કરી ત્યારે શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. વાત થઈ રહી છે ભુવનેશ્વર કુમારની. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની T-20 સિરીઝના શરૂઆતના બંને મુકાબલા ભુવી માટે ભૂલવા જેવા સાબિત થયા છે. પ્રથમ મેચમાં 49 રન આપ્યા બાદ બીજી મેચમાં તેમણે 50 રન ખર્ચી નાખ્યા. આ બે મેચોમાં તેઓ 8 ઓવરમાં કુલ 99 રન આપીને માત્ર 1 જ વિકેટ ઝડપી શક્યા છે. અનુભવ છતાં જૂની ધાર ક્યાં ખોવાઈ? ભુવનેશ્વર કુમારની ખરી ઓળખ નવી બોલથી બંને તરફ સ્વિન્ગ કરાવવાની અને ડેથ ઓવર્સમાં સચોટ યોર્કર ફેંકવાની રહી છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામેની આ બંને મેચોમાં તેઓ આ બંને મોરચે નિષ્ફળ રહ્યા. કિવી બેટર્સે તેમના બોલ પર આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. પ્રથમ મેચમાં ટિમ સીફર્ટે ભુવીની એક જ ઓવરમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં પણ તેમણે 14 રન આપ્યા હતા. બીજી મેચમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો અને તેમણે 4 ઓવરમાં 50 રન લૂંટાવ્યા. આ જ મેચમાં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ અને પ્રિન્સ યાદવે 30 રન આપી 1 વિકેટ ઝડપી હતી. યુવા બોલરોની સરખામણીએ અનુભવી ભુવનેશ્વર લાઇન અને લેન્થ પરથી નિયંત્રણ ગુમાવતા જોવા મળ્યા હતા. 'મેં કોઈ આશા નહોતી રાખી, માત્ર વર્તમાનમાં જીવ્યો': ભુવનેશ્વર 4 વર્ષ બાદ ભારતીય જર્સી પહેરવા અંગે BCCI દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં ભુવનેશ્વરે પોતાના સંઘર્ષ અને માનસિક સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું, "4 વર્ષ સુધી ટીમથી બહાર રહેવા દરમિયાન મેં ક્યારેય ભારતીય ટીમમાં વાપસી કરવાની જીદ કે અપેક્ષા નહોતી રાખી. હું કોઈ પણ આશા વગર માત્ર વર્તમાનમાં જીવવાનું શીખ્યો છું. મારા પરિવારે પણ ક્યારેય ઘરમાં વાપસી અંગે વાત નહોતી કરી. દેશ માટે ન રમ્યો એ દરમિયાન એક વ્યક્તિ તરીકે મારામાં જે પરિપક્વતા આવી, તેણે મને પોતાના કામ પર ફોકસ રાખતાં શીખવ્યું." આગામી મેચોમાં લય પકડવી જરૂરી ભારત ભલે સિરીઝમાં 2-0થી આગળ હોય, પરંતુ ભુવનેશ્વરની બોલિંગ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની છે. ચાર વર્ષ બાદ ઈન્ટરનેશનલ સ્તરે વાપસી કરતી વખતે લય મેળવવામાં થોડો સમય લાગે તે સ્વાભાવિક છે. પરંતુ જો ભુવીએ ટીમમાં પોતાનું સ્થાન કાયમી રાખવું હશે, તો આગામી 27 ઓક્ટોબરના ત્રીજા T20 મુકાબલામાં રન રોકવાની સાથે વિકેટ ટેકિંગ બોલિંગનું પ્રદર્શન કરવું જ પડશે.
    Click here to Read More
    Previous Article
    Riyadh Airport Resumes Flight Operations Despite Houthi's "Unsafe" Warning
    Next Article
    પીએમ મોદીએ કહ્યું- 'મન કી બાત' લોકોને સમજવાનું તીર્થ:આજે બિહારના મખાના ગ્રીસ પહોંચી રહ્યા છે, કર્ણાટકની દાળ માલદીવ જઈ રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment