Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટનામાં 4 લોકોના મોત:2-3 લોકો ફસાયા હોવાની આશંકા, દાવો- ભૂકંપ બાદ ઈમારતમાં તિરાડો પડી હતી

    9 hours ago

    દિલ્હીના ન્યૂ સીમાપુરી વિસ્તારમાં ઈદગાહ પાસે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. ગુરુવારે બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાટમાળમાં હજુ પણ 2-3 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં બુધવારે 3 લોકોનાં મોતની પુષ્ટિ થઈ હતી. તેમાં આશરે 12 વર્ષની એક બાળકી અને 21 વર્ષની ગર્ભવતી મહિલા ગુલફ્શાનો સમાવેશ થાય છે. ત્રીજા મૃત બાળકની ઓળખ થઈ શકી નહોતી. અકસ્મતમાં 8 લોકો ઘાયલ થયા છે. તમામને બચાવીને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, તાહિરપુર મોકલવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ MCD અધિકારીઓને જણાવ્યું કે એક દિવસ પહેલાં વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ ઇમારતમાં તિરાડો પડી ગઈ હતી. તેમનો દાવો હતો કે ત્યારબાદ માલિક ઇમારત ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પોલીસે આ દાવાઓની પુષ્ટિ કરી નથી. અકસ્મત સાથે જોડાયેલી 4 તસવીરો… 20-25 વર્ષ જૂની હતી ઇમારત MCD મુજબ, ઇમારત દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB)ની આશરે 25 ચોરસ ગજ જમીન પર બનાવવામાં આવી હતી અને તે 20-25 વર્ષ જૂની હતી. અધિકારીઓએ તેને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારત ગણાવી હતી, જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમાં 5 માળ હતા. આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું ઇમારત ધરાશાયી થતાં આસપાસની બે ઇમારતોને પણ નુકસાન થયું. નજીક આવેલી ઈદગાહની બાઉન્ડ્રી વોલને નુકસાન પહોંચ્યું. વીજળીનો થાંભલો તૂટી જતાં અને વાયરોને નુકસાન થયા બાદ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. રેસ્ક્યૂ ટીમોએ કાટમાળ હટાવવા માટે 4 JCB મશીનો, એમ્બ્યુલન્સ અને સ્નિફર ડોગ્સની મદદ લીધી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી. ફાયર કંટ્રોલને બુધવારે બપોરે લગભગ 3:15 વાગ્યે ઇમારત ધરાશાયી થવાની કોલ મળી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી. કાઉન્સિલર પંકજ લૂથરાએ જણાવ્યું કે તેમને ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી અને કાટમાળમાંથી ચાર-પાંચ લોકોને પહેલેથી જ બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવશે. 3 વર્ષમાં દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની 1133 ઘટનાઓ 2022થી 2025 સુધી એટલે કે 3 વર્ષમાં દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાના 1133 કેસ સામે આવ્યા છે. આ ઘટનાઓમાં 98 લોકોનાં મોત થયા છે.
    Click here to Read More
    Previous Article
    રેપિસ્ટનો રોલ ઓફર કરતા નાના પાટેકરે ડિરેક્ટરને ગાળો ભાંડી:કારગીલ યુદ્ધમાં જોડાવા રક્ષા મંત્રીને ફોન કર્યો, થિયેટરમાં પ્રેક્ષકોએ ફેંકેલા જૂતાંને 'સન્માન' ગણીને સાચવતા
    Next Article
    Texas Puts Man To Death In US' 1st Execution Since Christa Pike Case

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment