Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનથી આવેલા 4 લઘુમતીઓને ભારતીય નાગરિકતા મળી:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નાગરિકતા અધિનિયમ-1955 હેઠળ કાયમી પ્રમાણપત્ર આપ્યા

    7 hours ago

    મોરબી જિલ્લામાં પાકિસ્તાનથી આવેલા ચાર લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા મળી છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તેમને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો આપ્યા હતા. આ લોકો લોંગ ટર્મ વિઝા (LTV) પર મોરબીમાં રહેતા હતા. નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૫(૧)(c) હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને આ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જે ચાર વ્યક્તિઓને નાગરિકતા મળી છે તેમાં પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજીનો સમાવેશ થાય છે. કાયમી નાગરિકત્વ મળવાથી હવે આ ચારેય વ્યક્તિઓ ભારતીય નાગરિક તરીકેના તમામ સરકારી લાભો અને અધિકારો મેળવી શકશે. પ્રમાણપત્ર આપતી વખતે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નવા સીએએ (CAA) પોર્ટલ પરની બાકી અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપી હતી. તેમણે અરજદારોના વહીવટી પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી અને તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. લાંબા સમયથી બાકી રહેલી અરજીઓનો કલેક્ટરે સંવેદનશીલતાથી નિકાલ લાવતા તમામ લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Rani Mukherjee की Maa का निधन, Shah Rukh-Alia Bhatt ने दी अंतिम विदाई | Bollywood |Krishna Mukherjee
    Next Article
    નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ ગુજરાત યુનિ.ને પરત કર્યાં, રજીસ્ટ્રારના રાજીનામાની માગ સાથે NSUIનો હલ્લાબોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment