Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કોર્પોરેટરના કાકાના 4 સહિત 19 વોશિંગ યુનિટ તોડી પાડ્યા:ગ્યાસપુરમાં પ્રદૂષણ ફેલાવતા યુનિટો પર બુલડોઝર ફર્યું, ગેરકાયદે ધમધમતા એકમો સામે બે વર્ષ બાદ AMC જાગ્યું

    10 hours ago

    અમદાવાદ શહેરના લાંભા વિસ્તારના ગ્યાસપુર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 5 મેના રોજ ગેરકાયદેસર રીતે કાર્યરત કાપડના વોશિંગ યુનિટો પર ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમિકલયુક્ત ગંદુ પાણી કેનાલમાં છોડીને પ્રદૂષણ ફેલાવતા આ એકમો લાંબા સમયથી પરવાનગી વિના ધમધમી રહ્યા હોવાથી તંત્ર દ્વારા આ આકરા પગલાં લેવાયા છે. સ્થાનિક ભાજપ કોર્પોરેટરના કાકાના 4 યુનિટો તોડી પાડ્યા દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટર ધ્રુવ પટેલે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, અહીં કાપડ ધોવા માટેના વોશિંગ યુનિટો જી.પી.સી.બી. (GPCB) કે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી વિના ચાલતા હતા. આ એકમો દ્વારા છોડવામાં આવતું જોખમી કેમિકલવાળું પાણી સીધું કેનાલમાં જતું હતું, જેને પગલે અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક ભાજપના કોર્પોરેટરના કાકાના પણ 4 ગેરકાયદે વોશિંગ યુનિટો તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદે ધમધમતા યુનિટો સામે બે વર્ષ બાદ કોર્પોરેશન જાગ્યું જો કે, આ સમગ્ર કાર્યવાહી બાદ એસ્ટેટ વિભાગની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો અને સૂત્રોના જણાવ્યા મુજબ, આ યુનિટો છેલ્લા બે વર્ષથી સતત ચાલતા હોવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર પગલાં કેમ ન લેવાયા? અગાઉ દોઢથી બે વર્ષ પહેલાં નોટિસ અપાઈ હોવા છતાં એકમો ફરી ધમધમતા થઈ ગયા હતા, જે તંત્રની રહેમનજર તરફ આંગળી ચિંધે છે. બહેરામપુરા વોર્ડમાં અનેક ગેરકાયદેસર ફેક્ટરીઓ બીજી તરફ, જેમના એકમો તોડી પાડવામાં આવ્યા છે તે સંચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પક્ષપાતી વલણનો આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે પૂર્વ વિસ્તારના બહેરામપુરા વોર્ડમાં સુએજ ફાર્મ આસપાસ અનેક ગેરકાયદેસર ફેક્ટરીઓ આવેલી છે. પીરાણા પાસેના STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં કનેક્શન લીધા વિના જ આ ફેક્ટરીઓનું પ્રદૂષિત પાણી સીધું નદીમાં વહાવવામાં આવે છે, છતાં અધિકારીઓ તે સંચાલકોને છાવરી રહ્યા છે અને ત્યાં કોઈ ડિમોલિશન કરવામાં આવતું નથી. કોર્પોરેશનની બેવડી નીતિ સામે લોકોમાં રોષ તંત્રની આ કામગીરીથી એક તરફ ગેરકાયદે પ્રવૃત્તિ પર બ્રેક લાગી છે, તો બીજી તરફ બહેરામપુરાની પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી ન થતાં જી.પી.સી.બી. અને કોર્પોરેશનની બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CUET UG 2026 Admit Cards Out: Download hall tickets at cuet.nta.nic.in, exams from May 11
    Next Article
    Ambalal Patel LIVE | કેટલા દિવસ વરસાદ થશે? અંબાલાલ પટેલનો જવાબ | Farmers | Heavy Rains | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment