Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારાયણ ખટીક પાસે સાબરકાંઠાના બાકીના 4 તાલુકામાં સબ કોન્ટ્રાકટ:રાજસ્થાનમાં 1.65 કરોડનું અનાજ ગાયબ કરનાર પાસે સા.કાં.ના 4 તાલુકામાં કોન્ટ્રાકટ

    1 day ago

    રાજસ્થાનના કોટા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓના ગરીબ બાળકો માટે ફાળવાયેલા મધ્યાહ્ન ભોજન યોજનાના અનાજમાં આશરે ₹1.65 કરોડની કિંમતનું 650 ટનથી વધુ અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ આચરનાર ટ્રાન્સપોર્ટર નારાયણ ખટીકનું નેટવર્ક સાબરકાંઠામાં પણ ઊંડે સુધી ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે. હિંમતનગર સ્થિત મેસર્સ ભૈરવનાથ રોડવેઝ પેઢી દ્વારા આચરાયેલા આ કૌભાંડ બાદ રાજસ્થાન તંત્ર દ્વારા તેને બ્લેકલિસ્ટ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, આ જ વિવાદિત કોન્ટ્રાક્ટર સાબરકાંઠા જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થા પર અડ્ડો જમાવીને બેઠો હોવાથી રાજ્યના પુરવઠા તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાબરકાંઠામાં સરકારી અનાજના પરિવહન માટેના ટેન્ડરમાં નારાયણ ખટીક સીધી રીતે ચાર તાલુકાઓનું ટેન્ડર ધરાવે છે, એટલું જ નહીં, બાકીના ચાર તાલુકાઓમાં પણ તે અન્ય પેઢી હેઠળ સબ-કોન્ટ્રાક્ટર તરીકે પડદા પાછળથી વહીવટ ચલાવી રહ્યો છે. રાજસ્થાનના તપાસ અહેવાલ મુજબ, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન શાળાઓમાં વિતરણ માટે 7,689 ક્વિન્ટલ ઘઉં અને 3,787 ક્વિન્ટલ ચોખા ઉપાડાયા હતા, જેમાંથી મોટો જથ્થો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાને બદલે કાળાબજારમાં વેચી દેવાયો હતો. સાબરકાંઠાના ગોડાઉનોથી સસ્તા અનાજની દુકાનો સુધીના વિતરણમાં પણ ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. એક રાજ્યમાં બ્લેકલિસ્ટ થયેલ પેઢી સામે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા તપાસના આદેશ અપાય છે કે કેમ અને ટેન્ડરો રદ થાય છે કે નહીં તે જોવું રહ્યું. .
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:માત્ર રેડ નહીં, ડ્રગ્સ કાર્ટેલની સંપત્તિની તપાસથી સજા સુધીનું નેટવર્ક બનશે; ગુજરાતમાં ડ્રગ્સ સામે મોટા અભિયાનની તૈયારી
    Next Article
    Engineer On Microsoft Outage And Why AI Won't Replace Programmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment