Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇડરમાં કાર હોડીની જેમ વહી ગઈ:4 વાગ્યા સુધીમાં 16 જિલ્લામાં રેડ એલર્ટ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ; સુરતમાં મીઠીખાડી ઓવરફ્લો

    1 day ago

    આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 213 તાલુકમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 7 ઇંચ તો વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. નાઉકાસ્ટ મુજબ, 4 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારેે રાજકોટ, બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીની વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો 24 કલાકમાં 34 જિલ્લાના 255 તાલુકામાં સરેરાશ 79.84 મિમી વરસાદ નોંધાયો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 23.17 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 64.76% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો છે. રાજ્યના વરસાદની તસવીરો… 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં સક્રિય ચાર હવામાન સિસ્ટમના કારણે 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. ચાર સિસ્ટમ સક્રિય, બંદરો પર નંબર-3નું સિગ્નલ હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મિમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મિમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    'ભગવા' જર્સી વિવાદ પર હોકી ઈન્ડિયામાં બે ફાટા:પ્રમુખ દિલીપ ટિર્કીએ પોતાની જ સંસ્થા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- મને અંધારામાં રાખવામાં આવ્યો
    Next Article
    'આ લુખ્ખાઓ બધા....':આન્ટીનો બાટલો ફાટ્યો, ભાજપના કાર્યકરો પર લાલઘૂમ, વરસાદની વોર્નિંગે આખું ગુજરાત માથે લીધું, આગાહીકારોનો દાવ થઇ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment