Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 4 પ્લોટના 12 લાખ ચૂકવ્યા છતાં દસ્તાવેજ ન કરાયા:બિલ્ડરે આપેલો 7.71 લાખનો ચેક બાઉન્સ થયો, ન્યાય મેળવવા એસપી પ્રેમસુખ ડેલુને લેખિત રજૂઆત

    11 hours ago

    સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટાઉનશિપમાં ચાર પ્લોટ માટે રૂ.12 લાખ ચૂકવ્યા છતાં દસ્તાવેજ ન મળ્યાનો તુલસીભાઈ વાઘેલાએ આક્ષેપ કર્યો છે. તેમણે ન્યાય માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને લેખિત રજૂઆત કરી છે. તુલસીભાઈના જણાવ્યા મુજબ, તેમણે ચાર પ્લોટ બુક કરાવવા બિલ્ડરને કુલ રૂ.12 લાખ ચૂકવ્યા હતા. જોકે, બિલ્ડરે પ્લોટના દસ્તાવેજ કરી આપ્યા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે બિલ્ડરે પરત આપવાની રકમમાંથી રૂ.7,71,800નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો.તુલસીભાઈએ વઢવાણ પોલીસ મથકે પણ રજૂઆત કરી હતી. સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી ન હોવાનું તેમણે જણાવ્યું છે. અનેક રજૂઆતો છતાં રૂ.12 લાખ પરત ન મળતાં તેમણે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે.હવે જિલ્લા પોલીસવડા આ રજૂઆતના આધારે તપાસ કરાવે છે કે નહીં, તે જોવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    Sanjay Gupta's Last Rites Held In Mumbai, Abhishek Bachchan, Others Attend
    Next Article
    Sanjay Gupta's Last Rites Held In Mumbai, Abhishek Bachchan, Rakesh Roshan Pay Last Respects

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment