Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમ્પમાં સૂતા પર્વતારોહકો પર બરફનો પહાડ તૂટી પડ્યો:નેપાળમાં હિમાલયમાં હિમસ્ખલનની મોટી દુર્ઘટના, 4નાં મોત; 12 હજુ પણ ગુમ, રેસ્ક્યુ ટીમ 24 કલાક બાદ પહોંચી

    1 day ago

    નેપાળના મનાંગ જિલ્લામાં 7,126 મીટર ઊંચા હિમલુન્ગ હિમાલ પર રવિવારે હિમસ્ખલન થયું. દુર્ઘટના સમયે ગાઇડ અને તેમની સાથે કામ કરતા લોકો એક ટેન્ટમાં સૂતા હતા. હિમસ્ખલનની ચપેટમાં આવતાં ટેન્ટ બરફની નીચે દટાઈ ગયો. અકસ્મતમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 12 લોકો લાપતા છે. અકસ્માત બાદ રવિવારે જ બચાવ દળના કેટલાક સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બે મૃતદેહો મળી આવ્યા હતા. જોકે ખરાબ હવામાન અને ઉડાનમાં મુશ્કેલીના કારણે આખી ટીમ બેઝ કેમ્પ સુધી પહોંચી શકી નહોતી. સોમવારે સવારે હેલિકોપ્ટર દ્વારા બાકીના બચાવકર્મીઓને બેઝ કેમ્પ પહોંચાડવામાં આવ્યા. હિમલુન્ગ હિમાલ પર રેસ્ક્યૂની 5 તસવીરો ચઢાઈની તૈયારીમાં વ્યસ્ત હતા ગાઈડ અને વર્કર જે ટેન્ટ પર હિમસ્ખલન પડ્યું, તેમાં કુલ 22 લોકો હાજર હતા. તેમાં 9 પર્વતારોહકો અને 13 લોકો સપોર્ટ સ્ટાફના હતા. આ લોકો આગામી પર્વતારોહણ સીઝનની તૈયારી માટે ત્યાં પહોંચ્યા હતા. તેમનું કામ ચઢાણનો માર્ગ તૈયાર કરવો, દોરડા લગાવવાં અને બેઝ કેમ્પ તૈયાર કરવાનો હતો. હિમસ્ખલન બાદ 12 લોકો ગુમ થઈ ગયા. ઊંચા પર્વતોના ચઢાણ માટે પર્વતારોહકો હિમલુન્ગમાં તાલીમ લે છે હિમલુન્ગ હિમાલ 7,126 મીટર ઊંચો છે અને તિબેટની સરહદ પાસે આવેલો છે. આ વિસ્તાર ઘણો દૂરદરાજ છે, તેથી અહીં પહોંચવું સરળ નથી. એવરેસ્ટ અને મનાસ્લુ જેવી 8,000 મીટરથી ઊંચી શિખરો પર ચઢનારા પર્વતારોહકો અહીં આવીને ઓછા ઓક્સિજન અને વધુ ઊંચાઈવાળા વાતાવરણમાં પોતાના શરીરને અનુકૂળ બનાવવાની તૈયારી કરે છે. બેઝ કેમ્પથી શિખર સુધી 3 પડાવ હિમલુન્ગનો બેઝ કેમ્પ આશરે 4,900 મીટરની ઊંચાઈ પર હોય છે. ત્યારબાદ શિખર સુધી પહોંચવા માટે સામાન્ય રીતે ત્રણ કેમ્પ બનાવવામાં આવે છે. કેમ્પ 1: આશરે 5,450 મીટર કેમ્પ 2: આશરે 6,000 મીટર કેમ્પ 3: આશરે 6,350 મીટર કેમ્પ 3 પછી પર્વતારોહકો શિખરની અંતિમ ચઢાઈ શરૂ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતને એશિયન ગેમ્સમાં 18મો સિલ્વર:ગુલવીરે 1500 મીટરમાં મેડલ જીત્યો; વિથ્યાને બ્રોન્ઝ, પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
    Next Article
    ડિમ્પલ-પ્રિયંકા સાથે પ્રચાર કરશે? અખિલેશે જવાબ આપ્યો નહીં:સપા પ્રમુખે કહ્યું- તમંચાની શું જરૂર, હવે કમ્પ્યુટરથી લૂંટ થઈ રહી છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment