Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 4 કલાકમાં 1.18 ઈંચ વરસાદ, સુરતમાં પાણી ભરાયા:નવસારી-તાપીમાં પણ મેધમહેર; રાજ્યમાં પારો ગગડવાને બદલે ઊછળ્યો; 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધશે

    3 days ago

    ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે 'અલ-નીનો' પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. જોકે, આજે (22 જૂન) વહેલી સવારથી સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડમાં 1.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ 4 કલાકમાં સરેરાશ 1 ઈંચથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુઘરાવાળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુઘરાવાળી રેલવે અડંરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ છતાં પવનોની દિશા બદલાતાં ગરમીમાં ઘટાડો થવાને બદલે પારો સતત ઊંચે જઈ રહ્યો છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધીને 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા કાળઝાળ ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ગઈકાલે રાત્રે પણ લઘુત્તમ તાપમાન 29°C નોંધાતા રાત્રે પણ ભારે અકળામણ રહી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના પારડીમાં 0.35 ઈંચ (9 MM) વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ગુજરાતના વરસાદની તસવીરો… 23 જૂન બાદ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાનમાં એક વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા હોવા છતાં પવનોની દિશા બદલાવાને કારણે ગરમી ઘટવાના બદલે પારો સતત ઊંચે જઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધીને 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. રવિવારે રાત્રે પણ લઘુત્તમ તાપમાન 29°C નોંધાયું હતું, જેના કારણે રાત્રે પણ ભારે અકળામણ રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં આગળ વધશે, જે બાદ જ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી 7 દિવસ ક્યાં કેવો વરસાદ પડશે? અમદાવાદમાં વાદળો ઘેરાશે, પારો 41 ડિગ્રી થવાની સંભાવના અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદના એક-બે સ્પેલ આવી શકે છે. જોકે ગરમીથી રાહત નહિ મળે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ફિફા વર્લ્ડ કપમાં કેપ વર્ડેનો અપસેટ:2 વખતના ચેમ્પિયન ઉરુગ્વેને 2-2 પર રોકી; 92 વર્ષમાં ઇજિપ્તની પ્રથમ જીત
    Next Article
    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પાર્થિવ દેહ બપોરે ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ લવાશે; PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment