Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ:જૂનાગઢની કન્યા શાળા નં-4 માં પ્રવેશોત્સવ યોજાયો, રૂ. 1.18 લાખની લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

    10 hours ago

    જૂનાગઢની ગોધાવડ પાટી ખાતે આવેલી પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 માં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાતા તરફથી શાળાને ભેટ મળેલ ₹1,18,000ના ખર્ચે તૈયાર કરાયેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી અને એસ.એમ.સી. (SMC) ના સભ્યો સાથે શાળાના વિકાસ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. શૈક્ષણિક સુવિધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા સમગ્ર કેમ્પસની મુલાકાત (વિઝીટ) લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુવિધા માટે નવી ટ્રાન્સપોર્ટેશન સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવાયો હતો અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે મહેમાનોએ ભોજન ચાખ્યું હતું. કાર્યક્રમના અંતે એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને શાળાની વિવિધ ભૌતિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ અને સરકારી શાળાઓનું બદલાતું ચિત્ર મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વિચારોથી શરૂ થયેલો આ શાળા પ્રવેશોત્સવ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર ટીમ દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિના માધ્યમથી દેશના બાળકો શિક્ષિત, દીક્ષિત અને સંસ્કારી બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેનાથી બાળકોમાં નવી ઊર્જા ઉત્પન્ન થઈ રહી છે. તેમણે વિશેષ નોંધતા જણાવ્યું કે, પીએમ શ્રી કન્યા શાળા એક સરકારી શાળા હોવા છતાં અહીં 700થી વધુ દીકરીઓ અભ્યાસ કરે છે. ખાનગી શાળાઓની જેમ હવે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે, જે સરકારના શૈક્ષણિક પ્રયાસો અને નવી શિક્ષણ નીતિની બહુ મોટી સફળતા દર્શાવે છે. શાળાની કુલ વિદ્યાર્થી સંખ્યા હવે 700 એ પહોંચી ​શાળાના પ્રિન્સિપાલ એ.એમ. વિરાણીએ જણાવ્યું હતું કે, આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, કોર્પોરેટર ગીતાબેન પરમાર તેમજ વિવિધ દાતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના દિવસે આંગણવાડી તથા બાલવાટિકાના બાળકો, પ્રથમ ધોરણના બાળકો મળીને કુલ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે જેના કારણે શાળાની કુલ વિદ્યાર્થી સંખ્યા હવે 700 એ પહોંચી ગઈ છે. આજના ભવ્ય કાર્યક્રમમાં માત્ર નવા બાળકોનું સ્વાગત જ નથી કરાયું. CET, NMMS, PAT અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ વિશેષ બહુમાન કરાયું છે. આ ઉપરાંત ગત પરીક્ષામાં પ્રથમ નંબર લાવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન શાળામાં 100 ટકા હાજરી આપી છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ શાળાના વિકાસ માટે ઉદાર હાથે દાન આપનાર તમામ દાતાશ્રીઓનું પણ મંચ પરથી આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ:ગત વર્ષે 25,000 પ્રવાસીઓ આવ્યા, વન વિભાગને ₹31 લાખની આવક
    Next Article
    પતિએ જાહેરમાં ત્રિપલ તલાક આપ્યા:યુવક બીજી પત્ની સાથે રહેતો, પીડિતાના પિયરે જઈ ઝઘડા બાદ મારપીટ કરી; પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment