Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઈ:પશ્ચિમ કચ્છમાં છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન ઠગાઈમાં 105 લોકોએ ગુમાવેલા રૂ. 75.41 લાખ પોલીસે પરત અપાવ્યા

    14 hours ago

    હાલમાં સાયબર માફિયાઓ દ્વારા અલગ અલગ બહાને લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરવાના બનાવો વધ્યા છે. ત્યારે પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 105 અરજદારોના ખાતામાંથી ગયેલી રકમમાંથી 75.41 લાખ બેંક ખાતામાં પરત જમા કરાવાયા છે. છેલ્લા ચાર મહિના દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળે રહેતા 105 લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા હતા. જે મામલે અરજદારોએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી પોતાની ફરિયાદ કરી હતી. જેને ધ્યાને લઈને પીઆઈ એ.એમ. મકવાણાની આગેવાની હેઠળ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સિંધવ, કલ્પેશભાઇ ચૌધરી, દિનેશભાઇ ચૌધરી તેમજ દિવ્યાબેન વેકરીયા અને લક્ષ્મીબેન ગઢવીની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.અને ઠગાઈમાં ગયેલી રકમ ફ્રીઝ કરાવી હતી. જે બાદ કોર્ટ ઓર્ડરના આધારે ઠગાઈનો ભોગ બનનાર લોકોને રૂપિયા 75,41,055 બેંક ખાતામાં પરત કરવામાં આવી છે.આ કામગીરીથી લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. 213 લોકોના ગુમ થયેલા 41.14 લાખના ફોન શોધી આપ્યા પશ્ચિમ કચ્છ ભુજ સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ટીમ દ્વારા ટેકનિકલ ટ્રેકિંગ અને ત્વરિત કાર્યવાહી કરીને વિવિધ અરજદારોના ગુમ થયેલા કુલ 213 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે, જેની કુલ કિંમત 41,14,600 થાય છે.પોલીસે આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સુરક્ષિત રીતે પરત અપાવ્યા છે. સાયબર ક્રાઈમ સામે સાવચેતી એજ સલામતી પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે,સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.અજાણી વ્યક્તિ કે અજાણ્યા નંબર પરથી આવેલી લીંક કે એપ્લીકેશનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત કોઈપણ રીતે ઓનલાઈન ઠગાઈનો ભોગ બનો ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર કોલ કરવો અથવા નજીકના પોલીસ મથક કે સાયબર સેલ શાખામાં આ બાબતે તાત્કાલિક જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયા પેઢીમાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; અમદાવાદમાં ગોવાના કેસિનો જેવો માહોલ
    Next Article
    बिजनौर में गुलदार का एक और शिकार, घर वालों का रो रो कर बुरा हाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment