Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછાના દલાલે 4 દિવસમાં 1035.15 કેરેટ હીરા પડાવ્યા:કતારગામના વેપારીનો વિશ્વાસ જીતી 1.27 કરોડના હીરા બારોબાર સગેવગે કર્યા

    7 घंटे पहले

    સુરતના હીરા બજારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો વધુ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા વરાછાના એક શાતિર હીરા દલાલે કતારગામના વેપારીને 1.27 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો છે. આરોપી હીરા દલાલ હિરેન સુરેશભાઈ શેલડીયાએ વેપારીનો ભરોસો જીતી જાંગડ પર કરોડો રૂપિયાના નેચરલ તૈયાર હીરા મેળવ્યા હતા અને ત્યારબાદ હીરા કે પેમેન્ટ પરત કરવાને બદલે બારોબાર સગેવગે કરી પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે. વેપારીઓને બતાવવાના બહાને 1035.15 કેરેટ હીરા પડાવ્યા કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર રહેતા અને ગોટાલાવાડી વિસ્તારમાં 'રીજીયા ડાયમંડ્સ' નામે હીરાનો વેપાર કરતા સંજયભાઈ મોહનભાઈ રીજીયાની ઓફિસે આરોપી દલાલ હિરેન શેલડીયા (રહે. એ/1201 નિલકંઠ એવન્યુ, મોટા વરાછા, મૂળ-જીરા ઢબાળી, તા.ધારી, અમરેલી) આવ્યો હતો. તેણે વેપારીઓને બતાવવા માટે નેચરલ તૈયાર હીરાની જરૂર હોવાનું જણાવી, જો માલ નહીં વેચાય તો પરત આપવાનો ભરોસો આપ્યો હતો. આ રીતે 6 ઓક્ટોબર, 2026થી 9 ઓક્ટોબર, 2026 દરમિયાન તેણે કુલ 1035.15 કેરેટ તૈયાર હીરા (કિંમત 1,27,01,320) જાંગડ પર મેળવ્યા હતા. મોબાઈલ બંધ કરી દલાલ ભૂગર્ભમાં, તપાસ ચાલુ હીરા લઈ ગયા બાદ નિયત સમયમાં આરોપી હિરેન શેલડીયાએ ન તો હીરા પરત કર્યા કે ન તો તેનું પેમેન્ટ ચૂકવ્યું. તેણે આ હીરા બારોબાર કોઈને વેચી મારી અથવા સગેવગે કરી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આખરે છેતરાયેલા વેપારી સંજયભાઈએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-316(5) હેઠળ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. હાલ આ સમગ્ર મામલે સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ના પીઆઈ એસ.વી. ચૌધરી દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે પાકિસ્તાનની ઝડપી શરૂઆત:રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં બંને કેપ્ટનોએ હાથ ન મિલાવ્યા; વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા રમશે
    Next Article
    West Bengal BJP MLA Rekha Patra Critical, Placed On Ventilator Support

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment