Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડવા તલાવડીમાં જાહેર જુગાર રમતા 4 શખસો ઝડપાયા:પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા 10,110 કબ્જે કર્યાં

    3 days ago

    ભાવનગર શહેરના નિલમબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ જુગાર સાહિત્ય તેમજ રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. નિલમબાગ પોલીસે ચારેય જુગારીઓની ધરપકડ કરી આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં ગીધાની વાડી પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરી પૈસા પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જેમાં ભરત જાનીભાઈ સોલંકી ઉં.વ 45 રહે.ચાવડીગેટ, સોહિલ યુસુબભાઈ સીદ્દી ઉં.વ 29 રહે.વડવા તલાવડી, રમેશ કાળુભાઈ ચુડાસમા ઉં.વ 35 રહે.ચાવડીગેટ, વિપુલ લક્ષ્મણભાઈ ટીહલા ઉં.વ 30 રહે વડવા તલાવડી વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 10,110 સાથે ઝડપી લઇ નિલમબાગ પોલીસે ચારેય જુગારીઓ સામે જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને ડિજિટલ બનશે:રાજકોટ-વિરમગામ સેક્શનમાં અત્યાધુનિક MPLS રેલ સંચાર પ્રણાલી શરૂ, 35 રેલવે સ્ટેશનોને એકબીજા સાથે સીધા સંચાર નેટવર્કથી જોડાયા
    Next Article
    Gujarat Rain Forecast 2026 | વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment