Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં 4 ખતરનાક વરસાદી સિસ્ટમ, વાવાઝોડાનો ખતરો, અમેરિકા ભારત પર 100% ટેરિફ લગાવી શકે, મમતા બોલ્યાં- ભાજપના ખાતમા સુધી જીવતી રહીશ

    2 days ago

    નમસ્તે, અમેરિકા ભારત સહિત 5 દેશો ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પર 100% ટેરિફ (આયાત વેરો) લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ (પરમાણુ ઉર્જા મથક) નો ડેટા લીક થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રાની શરૂઆત. કાર્યક્રમો ૨૩ જુલાઈ સુધી ચાલશે. 2. નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ્થાને કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક. 3. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ કાર્ડિફમાં રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારત પર 100% ટેરિફ લગાવી શકે છે અમેરિકા:રશિયન ઓઇલ ખરીદનારા દેશો પર કાર્યવાહીની તૈયારી; સંસદમાં બિલ રજૂ, 5 દેશો ટાર્ગેટ પર અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર સકંજો કસવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકી સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારત, ચીન સહિત પાંચ દેશો પર 100% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત હંગેરી, સ્લોવાકિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. બિલ મુજબ, આ દેશોમાંથી આવતા સામાન પર 100% સુધી ટેરિફ લગાવી શકાશે. સાથે જ રશિયાની ઊર્જા, નાણાકીય અને સંરક્ષણ વ્યવસ્થા પર પણ નવા પ્રતિબંધો લગાવવાની જોગવાઈ છે. આ પહેલા બિલના શરૂઆતી મુસદ્દામાં 500% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને 100% કરી દેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ડેટા લીક:હેકર્સે કંટ્રોલ રૂમનું લેઆઉટ, સપ્લાયર્સની યાદી ડાર્ક વેબ પર મૂકી ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કુડનકુલમ સાથે સંકળાયેલા હજારો દસ્તાવેજો લીક થઈ ગયા છે. રોઇટર્સ અનુસાર, હેકર્સ ગ્રુપ ‘વર્લ્ડ લીક્સ’એ ડાર્ક વેબ પર આ દસ્તાવેજો અપલોડ કરવાનો દાવો કર્યો છે. તેમાં પાવર પ્લાન્ટના કેટલાક ભાગોના બ્લુપ્રિન્ટ, સપ્લાયર્સની માહિતી અને અન્ય રેકોર્ડ સાર્વજનિક કરવામાં આવ્યા છે. તમિલનાડુના કુડનકુલમ પ્રોજેક્ટમાં સામેલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે નિવેદન આપીને પુષ્ટિ કરી. રિલાયન્સ ગ્રુપે જણાવ્યું કે થર્ડ-પાર્ટી ડેટા સેન્ટર કંપની ‘યોટ્ટા’નું સર્વર હેક થયું હતું. આ ઘટનાની જાણકારી સરકારને આપી દેવામાં આવી છે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે કયો ડેટા પ્રભાવિત થયો હતો. મે મહિનામાં સર્વર હેક થયું હતું, જૂનમાં દસ્તાવેજો લીક થવાનો દાવો કરવામાં આવ્યો. તેની જાણકારી હવે સામે આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતા બોલ્યા-ભાજપ ઈચ્છતી હતી કે મને હાર્ટ એટેક આવી જાય:હું ત્યાં સુધી જીવતી રહીશ, જ્યાં સુધી તેમનો અંત ન થાય મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ ઈચ્છતી હતી કે મને હાર્ટ એટેક આવે, પરંતુ હું ત્યાં સુધી જીવતી રહીશ જ્યાં સુધી તેમનો અંત ન થાય. પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતાએ બુધવારે એક વીડિયો મેસેજ જાહેર કર્યો. તેમણે આ મેસેજમાં તૃણમૂલમાં ચાલી રહેલી ફૂટ પર પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. મમતાએ કહ્યું- જે લોકો જવા માંગે છે, તેઓ જઈ શકે છે. મેં 2006માં તૃણમૂલને ફરીથી ઊભું કર્યું હતું, તો હું 2026માં પણ આવું કરી શકું છું. તૃણમૂલના વરિષ્ઠ નેતા મદન મિત્રા બુધવારે મમતા બેનર્જીનો જૂથ છોડીને ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા છે. જોકે, તેમણે ધારાસભ્ય પદ છોડ્યું નથી. મદન મિત્રાએ આ પગલું ત્યારે ભર્યું, જ્યારે તેમના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો સકંજો કસાઈ રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હવે ચેમ્પિયન બનવું અઘરું બનશે!:ICCએ વર્લ્ડ કપ જીતવાનો રસ્તો કપરો બનાવ્યો; વન-ડે અને T-20 ટુર્નામેન્ટનું ફોર્મેટ જ બદલી નાખ્યું ICCએ મેન્સ વન-ડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. વન-ડે વર્લ્ડ કપમાં 14 ટીમ સાથે નવો થ્રી-સ્ટેજ ફોર્મેટ લાગુ થશે, જેમાં પહેલીવાર 'સુપર 7' રાઉન્ડ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ હશે. જ્યારે, T20 વર્લ્ડ કપમાં ‘સુપર 8’ની જગ્યાએ 'સુપર 10' સ્ટેજ રમાશે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે નવા એલિમિનેટર મેચ પણ ઉમેરી છે. આ ઉપરાંત, 2028 T20 વર્લ્ડ કપ માટે નવું ક્વોલિફિકેશન સ્ટ્રક્ચર બનાવ્યું છે. એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) પછી બુધવારે નવા સ્ટ્રક્ચરની સત્તાવાર જાહેરાત કરી છે. વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમની સંખ્યા 14 જ રહેશે, પરંતુ તેના ફોર્મેટને થ્રી-સ્ટેજમાં બદલી દેવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આમિર પર લાગ્યો લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડરનો ટેગ:વિવાદ વકરતા એક્ટરની સ્પષ્ટતા- 'ત્રણમાંથી એકેય પત્નીએ ધર્મ બદલ્યો નથી, દીકરી-બહેનોના પતિ હિંદુ છે' બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન હાલમાં ત્રીજા લગ્નના કારણે ચર્ચામાં છે. 61 વર્ષના એક્ટરે 25 વર્ષ જૂની મિત્ર ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર મેરેજ કર્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર આમિર ખાનને લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવી રહ્યો છે. વિવાદ વધતા આમિરે આ આરોપો પર સ્પષ્ટતા કરી છે. વેબસાઇટ રેડિફ સાથેની વાતચીતમાં આમિરે કહ્યું, ‘મારા ત્રણેય લગ્નમાં કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી, કારણ કે લગ્ન સિવિલ મેરેજ હતા. ત્રીજી પત્ની ગૌરી હિંદુ નથી પણ ખ્રિસ્તી છે.’ આમિરે કહ્યું, 'મારી દીકરી આયરાના લગ્ન એક હિંદુ સાથે થયા છે. મારી બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાનના પતિ પણ હિંદુ છે. કઝિન મન્સૂરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયા છે.' વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં એકસાથે 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય:રાજકોટ, ખેડા, વલસાડ અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ ગુજરાતમાં ચોમાસાના વર્તમાન રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે આગામી એક સપ્તાહની મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગના નીતિવિષયક વિશ્લેષણ અને સેટેલાઇટ ઈમેજ મુજબ હાલમાં દેશ અને રાજ્યના વાતાવરણમાં એકસાથે ચાર શક્તિશાળી વેધર સિસ્ટમ કાર્યરત થઈ છે. રાજ્યમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એકસાથે સક્રિય ભૂમિકામાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?:રાજસ્થાનમાં પ્રતિબંધ, મહારાષ્ટ્રમાં સ્કૂલ આસપાસ વેચાણ પર રોક; એક્સપર્ટે કહ્યું- હાર્ટ સંબંધિત જોખમ વધી શકે ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંકનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ અને ગ્લેમરસ જાહેરાતોના કારણે સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર જેવી બ્રાન્ડ્સ યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. પરંતુ હવે એનર્જી ડ્રિંકને લઈને આરોગ્ય નિષ્ણાતો અને સરકારો ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. રાજસ્થાન સરકારે તો એક પગલું આગળ વધીને Red Bull, Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આવા કડક નિયંત્રણો કે પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સોનમ વાંગચુકના અનશન પર દિલ્હી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી:કોર્ટે કેન્દ્ર-દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો; વાંગચુક 18 દિવસથી ભૂખ હડતાળ પર, તબિયત લથડી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : JAACના લોન્ગ માર્ચથી પાકિસ્તાન ફફડ્યું:POKમાં 1 લાખ લોકો રસ્તા પર ઊતર્યા, 9નાં મોત; આજે ‘કાં તો લોહી વહશે કાં નમશે પાકિસ્તાની સરકાર’ (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું- CBSEના ડિજિટલ માર્કિંગ સિસ્ટમથી વિદ્યાર્થીઓ નિરાશ:બોર્ડને પૂછ્યું કે સુધારા માટે અત્યાર સુધી શું કર્યું; કેન્દ્ર પાસેથી મદદ માંગી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : યુક્રેનના હુમલાથી રશિયામાં પણ હોર્મુઝ જેવું સંકટ:એઝોવ સાગરમાં જહાજોની અવરજવર અટકી, 9 દિવસમાં 116 જહાજો પર હુમલા થયા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડનો IPO 17 જુલાઈએ ખુલશે:પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ.402-424 નક્કી કરવામાં આવી (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : રિપોર્ટ- બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે:પંડ્યાને બીજી ટીમથી બદલવાની શક્યતા; આવતા અઠવાડિયે રિવ્યૂ મિટિંગમાં નિર્ણય (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દુઃખી સંતને ગુરુની શીખ:પોતાના પર ભરોસો કરો; ક્ષમતા પર વિશ્વાસ હશે, તો અઘરામાં અઘરું લક્ષ્ય પણ શક્ય લાગવા માંડશે (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ માચીસની પેટીમાં પેક કરી 5.5 મીટરની સાડી તેલંગાણાના વણકર નલ્લા વિજય કુમારે 5.5 મીટર લાંબી રેશમી સાડી બનાવી છે, જેને વાળીને માચીસની પેટીમાં રાખી શકાય છે. માત્ર ૨૦૦ ગ્રામ વજન ધરાવતી આ સાડી પરંપરાગત ઇક્કત ડિઝાઇનમાં હાથથી વણવામાં આવી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : શહેરના બાળકો પર ચાંદીપુરાનો ખતરો: બંદૂકની ગોળી જેવો ખતરનાક વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરાની ડરામણી પેટર્ન, ટપોટપ 12 મોત; ચાર એક્સપર્ટ પાસેથી સમજો A TO Z 2. બંધ રૂમમાં કંચન અને ત્રિકમ વચ્ચે શું થયું હતું?: CCTV ચાલુ-બંધ કર્યા, લોહીથી ખરડાયેલી છરી સાફ કરી, ઘરમાં લાશ પડી હતી ને તાળું મારી ફરાર થયો 3. Editor's View: અમેરિકાને બાયપાસ કરવા મોદીનો પ્લાન-બી: ટ્રમ્પના ટેરિફ સામે તમાચો, 58 દેશ અને 10 નવા વિકલ્પ, ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની સાથે તમારા ફાયદાની વાત જાણો 4. આજનું એક્સપ્લેનર: કોકરોચ પાર્ટીનો વિરોધ, તો પછી સોનમ વાંગચુક આમરણાંત ઉપવાસ પર કેમ; શું સરકાર માંગણીઓ માનશે, તબિયત બગડશે તો શું થશે 5. પારકી પંચાત : હર્ષ સંઘવી ટ્રાફિકમાં ફસાયા, પોલીસ ધંધે લાગી: આળસુ કાર્યકરોનો વારો પડશે, યુથ કોંગ્રેસે સપાટો બોલાવ્યો; મોઢવાડિયાની ઓડિયો ક્લિપ વાઇરલ 6. 500 મીટર ચાલતા કે સીડી ચડતા જ શ્વાસ ફૂલી જાય?: ઓફિસ-ઘરનો થાક સમજીને નજરઅંદાજ ન કરતાં, ડૉક્ટર પાસેથી સમજો અસલી ગણિત; જાણો સુપર ડાયટ પ્લાન 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:અષાઢી બીજે મિથુન રાશિના પ્રેમ સંબંધોને મળશે લગ્નની લીલી ઝંડી, વૃશ્ચિક રાશિએ ગજા બહારનું ઉધાર લેવાનું ટાળવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    "Thank You And Heads Up": Rishi Sunak On England's Loss To Argentina In FIFA World Cup Semi-Final
    Next Article
    ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા:CMએ ‘પહિંદ’ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું; અમદાવાદના નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment