Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા નજીક ખાનગી બસમાં આગ, 4નાં મોત:ટેન્કરનું ટાયર ફાટતા ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતાં અકસ્માત, 10 લોકો ઘાયલ

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામની નજીક ચોટીલા–રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે જયારે 10 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાઈ હતી. અથડામણ બાદ શોર્ટ સર્કિટના કારણે ટ્રાવેલ્સમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કુલ 4 વ્યક્તિઓના મોત થયાના સમાચાર છે, જ્યારે 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહો રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઘટના અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    58 घंटे तक किस कर बनाया था वर्ल्ड रिकॉर्ड, अब 10 साल बाद टूटा दिल, आखिर क्यों टूट गई इस कपल की जोड़ी?
    Next Article
    ભાજપ પાર્લામેન્ટેરી બોર્ડની આજે બેઠક:18થી 20 મે વચ્ચે મેયર સહિતના નામો જાહેર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment