Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની મહિલાએ ચોરવાડમાં ખોલી જુગાર ક્લબ:પોલીસ ત્રાટકતાં 4 મહિલા સહિત 10 ઝડપાયા, 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત; મકાન માલિક ફરાર

    6 hours ago

    વેરાવળની એક મહિલા દ્વારા ચોરવાડમાં ભાડાનું મકાન રાખી જુગારધામ ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. ચોરવાડ બંદર રોડ પર ઝુંડ ભવાની મંદિર સામે આવેલા ભાડાના મકાનમાં ચાલતા આ જુગારધામ પર પોલીસે દરોડો પાડી 4 મહિલા સહિત કુલ 10 જુગારીઓને ઝડપ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 1.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોરવાડ પીઆઈ જી.આઈ. રાઠોડની ટીમને બાતમી મળી હતી કે વેરાવળની ક્રિષ્ના સોસાયટીમાં રહેતી ક્રિષ્નાબેન મહેશભાઈ ચૌહાણ દ્વારા ચોરવાડ બંદર રોડ પર ઝુંડ ભવાની મંદિર સામે આવેલા રમેશ કાના રાઠોડના મકાનને ભાડે રાખી બહારથી માણસો બોલાવી પૈસા કમાવવા માટે જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પોલીસે ઘેરી લીધા અને 4 મહિલા અને 6 પુરુષ સહિત 10 શખ્સોને ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સંચાલક તરીકે વેરાવળની રહેવાસી ક્રિષ્નાબેન ચૌહાણનું નામ છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1,46,200 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ 1,82,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારધામ માટે મકાન ભાડે આપનાર મકાન માલિક રમેશ કાના રાઠોડ સ્થળ પર હાજર નહોતો. પોલીસે તેને ફરાર ગણી તેની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા શખ્સોમાં ક્રિષ્નાબેન મહેશભાઈ ચૌહાણ, રતનબેન ચાંદેગરા, ઈશાબેન ચાંદેગરા, સંગીતાબેન ગૌમેશભાઈ અખીયા, સુભાષ મોહનભાઈ મારૂ, અજય ગોવિંદભાઈ વાળા, અમિત અનીલભાઈ દેશમુખ, દિવ્યેશ અરશીભાઈ મેર, અશોક લાલજીભાઈ કુહાડા અને રાજેશ જેન્તીભાઈ જેઠવા નો સમાવેશ થાય છે. આ તમામ મોટાભાગે વેરાવળ તથા આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વેરાવળથી ચોરવાડ સુધી જુગારનું નેટવર્ક ચલાવાતું હોવાની આશંકા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવાતું હોવાના મુદ્દે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. વેરાવળમાં જુગારધામ પર પોલીસનો દરોડો, તીનપત્તી રમતા 14 ઝડપાયા વેરાવળ શહેરની રેયોન હાઉસિંગ કોલોનીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા 14 શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 42,200 અને ગંજીપત્તા જપ્ત કર્યા હતા. જૂનાગઢ રેન્જ ડીઆઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને વેરાવળ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જુગાર-પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ સૂચના બાદ, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ ગીગાભાઈ મોરીને મળેલી બાતમી પરથી રેયોન હાઉસિંગ બિલ્ડિંગ નં. 3માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પર કેટલાક શખ્સો ગંજીપત્તાના પાના વડે રોકડ રકમથી 'તીનપત્તી'નો જુગાર રમતા જોવા મળ્યા. પોલીસે સ્થળ પરથી કુલ 14 શખ્સોને પકડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 42,200 અને ગંજીપત્તાના પાના જપ્ત કરાયા હતા. પોલીસે વિજય ભાસ્કર મકાસરે, કુમાર અય્યાસ્વામી પિલાઇ, જીતેન્દ્રભાઇ પરષોતમભાઇ ચૌહાણ, શેરે દાદુ રતન, નંદુ બલીરામ કાળે, ગોવિંદભાઇ વિષ્ણુપંત ઉગલે, અય્યાસ્વામી કુમાર, જતીનભાઇ વિનોદભાઇ ચાવડા, અજયભાઇ દામજીભાઇ દુસારા, કાશીનાથ અંબાદાસ હોનરાવ, જીતેન્દ્ર છગનલાલ મેણીયા, જીમીશ ગોરધનભાઇ પાઠક, જલજ જગદિશચન્દ્ર જોષી અને નરેન્દ્રભાઇ રવજીભાઇ જેઠવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરાયો છે. શહેરમાં જુગારના અડ્ડાઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ રહેતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ડર ફેલાયો છે. આ દરોડાની કામગીરીમાં પીઆઈ જે.એન. ગઢવીની સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ પીઠીયા, મયુરભાઇ સોલંકી, કાનજીભાઇ મોરી, પ્રદિપસિંહ ખેર તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ અખીયા, વિનયસિંહ મોરી અને મયુરભાઇ ગોહિલ સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    દુનિયાના ત્રણ શક્તિશાળી નેતાઓ વચ્ચે ઊભેલો આ વ્યક્તિ કોણ છે?:ચીન સાથે છે ખાસ કનેક્શન, BRICS સમિટની વાઇરલ તસવીર સો.મીડિયા પર ચર્ચાનો વિષય
    Next Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં સરેરાશ 15.5 મિમી વરસાદ:વડાલીમાં 34 મિમી, પ્રાંતિજમાં 25 મિમી અને ખેડબ્રહ્મા-હિંમતનગરમાં 21-21 મિમી વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment