Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ વહન કરતા 4 ડમ્પર ઝડપાયા:ખાણ-ખનીજ વિભાગે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો; 2 ડમ્પર બિનઅધિકૃત, 2 ઓવરલોડ હતા

    6 hours ago

    જામજોધપુર તાલુકામાં ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ વહન સામે કાર્યવાહી કરી છે. શેઠવડાળા-સડોદર રોડ પર ચેકિંગ દરમિયાન બ્લેકટ્રેપ ખનીજ લઈ જતા 4 ડમ્પર ઝડપાયા હતા. આ તપાસ જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 4 ડમ્પરમાંથી 2 ડમ્પર પાસે ખનીજ વહન માટે કોઈ માન્ય પુરાવા નહોતા. જ્યારે અન્ય 2 ડમ્પર નિયત માત્રા કરતાં વધુ ખનીજ (ઓવરલોડ) લઈ જતા હતા. ખનીજ વિભાગની ટીમે ચારેય વાહનો અને ખનીજનો જથ્થો મળીને આશરે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને સુરક્ષા માટે ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગની ટીમના સભ્યો નૈતિકભાઈ, આનંદભાઈ અને નિખીલભાઈ જોડાયા હતા. ખનીજ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરના દંડ અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BJP-RSS को छोड़ूंगा नहीं, वोट चोरी पर राहुल का ऐलान, आयोग पहुंचने से रोका तो घुस गए आकाशवाणी में
    Next Article
    રંગોળી સ્કેન કરો અને સરકારની વિવિધ યોજના જાણો:સેવા સંકલ્પ રંગોળી સ્પર્ધામાં સ્કેન કરી શકાય તેવી ગીતાના સ્લોકથી પ્રેરિત રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment