Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં 399 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ:ગાંધીનગરમાં કાળઝાળ ગરમી-લગ્નસરા વચ્ચે 68% મતદાન, 28 એપ્રિલે ખુલશે ઉમેદવારોનું ભાવિ

    11 hours ago

    ગાંધીનગર જિલ્લામાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું. જિલ્લા પંચાયત, ચારેય તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાઓની કુલ 163 બેઠકો માટે યોજાયેલા આ જંગમાં આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 68 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. આ સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા 399 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ આજે રવિવારે પારો 44 ડિગ્રીએ પહોંચતા આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી હતી. કાળઝાળ ગરમી અને લગ્નસરાની ધૂમ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરના સમયે આકરી ગરમીને કારણે મતદાન મથકો પર કરફ્યુ જેવો માહોલ જણાતો હતો, પરંતુ તેમ છતાં 1 થી 5 વાગ્યાના ગાળામાં પણ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કરવાનું ચૂક્યા ન હતા. મતદાન મથકો પર 900 આરોગ્ય ટીમો તૈનાત જોકે વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે પાયાની સુવિધાઓ અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અસહ્ય કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 892 મતદાન મથકો પર 900થી વધુ આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી હતી. જેમાં RBSKની ટીમો મોબાઈલ વાન સાથે સ્ટેન્ડબાય રહી હતી. ગરમીના કારણે 10 જેટલા મતદારોને ચક્કર આવવાની અને અન્ય તકલીફો થતા સ્થળ પર જ સારવાર અપાઈ હતી. 1 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટમાં ખામી સર્જાઈ આ ઉપરાંત, 5 હજાર જેટલા ORS પેકેટનું વિતરણ કરાયું હતું. ટેકનિકલ મોરચે શરૂઆતમાં મોકપોલ દરમિયાન 1 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટમાં ખામી સર્જાતા તેને ત્વરિત બદલવામાં આવ્યા હતા. જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ મોટો વિક્ષેપ પડ્યો ન હતો. બીજી તરફ ચૂંટણી આંકડા મુજબ 163 બેઠકો પૈકી જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 6 અને નગરપાલિકાની 4 બેઠકો પર ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થયા હતા. 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે જ્યારે બાકીની રસાકસીભરી બેઠકો પર આજે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં સરઢવ ખાતે મોબાઈલ ફોન લઈ જવા બાબતે એક સામાન્ય વિવાદને બાદ કરતા સમગ્ર જિલ્લામાં ક્યાંય કોઈ અઘટિત ઘટના બની ન હતી. આજે સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ EVM મશીનો અને મતદાન પેટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. હવે 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે જેના પર જિલ્લાભરના રાજકીય પંડિતો અને જનતાની નજર ટકેલી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 70.1 ટકા મતદાન ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2021માં થયેલી સામાન્ય ચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 70.1 ટકા મતદાન, કલોલ તાલુકા પંચાયત 72.27, માણસા તાલુકા પંચાયત 68.71, દહેગામ તાલુકા પંચાયત 71.79 ટકા મતદાન અને કલોલ નગર પાલિકા 59.3, માણસા પાલિકા 51.11 અને દહેગામ પાલિકામાં 69.1 ટકા મતદાન થયું હતું.માં આવશે જેના પર જિલ્લાભરના રાજકીય પંડિતો અને જનતાની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    રનચેઝમાં લખનઉના બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ:ટીમે ચોથી વિકેટ ગુમાવી દીધી; કેપ્ટન પંત અને પૂરન આજે પણ નિષ્ફળ; નારાયણ-ચક્રવર્તીને વિકેટ મળી
    Next Article
    મહિસાગર જિલ્લા પંચાયતમાં 63.59 ટકા મતદાન:તાલુકા પંચાયતનું 63.95 ટકા, લુણાવાડા નગરપાલિકા વોર્ડ-5ની પેટા ચૂંટણીમાં 62.81 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment