Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ 398 કરોડના મેગા-સાયબર ફ્રોડનો મામલો:કોર્ટે 14 આરોપીઓની જામીન અરજી ફગાવી, 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત કડક કાર્યવાહી

    1 week ago

    ગુજરાત સરકારના 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત પાટણ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કરેલા રૂ. 398.43 કરોડના ચકચારી મેગા-સાયબર ક્રાઈમ રેકેટ કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસના તમામ 14 આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. વી. પઠાણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ ચુકાદો આપ્યો હતો, જ્યારે સરકારી વકીલ આર. પી. ઓઝાએ આરોપીઓને જામીન ન આપવા માટે કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી. નજીવી લાલચમાં દેશભરના નિર્દોષ લોકો સાથે છેતરપિંડી : કોર્ટ કોર્ટે જામીન અરજીઓ ફગાવવા પાછળ અત્યંત ગંભીર કારણો દર્શાવ્યા હતા. અદાલતે નોંધ્યું કે આરોપીઓએ માત્ર નજીવા આર્થિક લાભ અને માસિક કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની કીટ અને મોબાઈલ સીમકાર્ડ મુખ્ય સૂત્રધારોને સોંપી દીધા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કરીને દેશભરના અસંખ્ય નિર્દોષ લોકો સાથે ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવી હતી. લોકોની પરસેવાની કમાણીના નાણાં ગેરકાયદેસર રીતે આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓને સરળતાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં : કોર્ટ જો આરોપીઓ આર્થિક લાભની લાલચમાં ન આવ્યા હોત અને પોતાના ખાતા કે સીમકાર્ડ ન આપ્યા હોત, તો આટલો મોટો આર્થિક ગુનો થતો અટકાવી શકાયો હોત. વર્તમાન સમયમાં આવા આર્થિક ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, જેની સમાજ પર અત્યંત વિપરીત અને ગંભીર અસર પડે છે. આથી, સમાજ હિતને ધ્યાને રાખી આવા આરોપીઓને સરળતાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં. આ રીતે આચરાતું હતું કરોડોનું કૌભાંડ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ભારત સરકારના SAMANVAYA અને NCCRP પોર્ટલ પરથી મળેલી શંકાસ્પદ વિગતોના આધારે હારીજ નાગરિક સહકારી બેંક લિ., હારીજ ખાતે ખોલવામાં આવેલા શંકાસ્પદ કરંટ ખાતાઓની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 13 મ્યુલ એકાઉન્ટ્સ મારફતે દેશભરમાંથી આચરેલા સાયબર ફ્રોડના કુલ રૂ.398.43 કરોડના ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા હતા. આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં 228 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપીઓ ભોળા લોકોને માસિક કમિશનની લાલચ આપી પેઢીઓ ઊભી કરાવતા અને ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ તેમની પાસેથી બેંકિંગ કિટ, ચેકબુક, કોરા સહીવાળા ચેક તથા ઇન્ટરનેટ બેંકિંગ આઈડી મેળવી લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ ઓટીપી ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન અને ઓનલાઇન જુગાર-સટ્ટા જેવા ગંભીર ગુનાઓના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો. 20 સામે ગુનો, 14 જેલહવાલે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે 13 બેંક ખાતાધારકો અને 7 વચેટીયાઓ સહિત કુલ 20 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી હાલ પકડાયેલા 14 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે અને કોર્ટે કાયદાનો કોરડો વીંઝીને તમામની જામીન અરજીઓ ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ભોપાલ ATSએ શંકાસ્પદ સ્લીપર સેલ ફરાઝને પકડ્યો:પાકિસ્તાની આતંકવાદીએ ટાર્ગેટ કિલિંગ માટે પસંદ કર્યો હતો; અફઘાનિસ્તાનમાં સિક્રેટ ટ્રેનિંગનું પ્લાનિંગ કર્યું હતું
    Next Article
    મકાનમાલિક અને પાડોશી સાથે ₹38.64 લાખની છેતરપિંડી:વડોદરામાં ભાડૂઆત જ નીકળ્યો મહાઠગ, પ્લોટ અપાવવાના બહાને છેતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment