Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત:અંબિકા ફટાકડાના માલિક સહિત બેની ધરપકડ, રાયપુર બજારની સહિત 60 દુકાન-ગોડાઉન સીલ, ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસ ‘ઝબકી'

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. આજે 21 જુૂલાઈએ અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. જેમાં 39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફટાકડાના ગોડાઉન માલિકની શિવરંજનીમાં અંબિકા ફટાકડા નામથી દુકાન છે. આ ઉપરાંત બરોડા અને બાવળામાં પણ અંબિકા ફટાકડા નામથી દુકાન આવેલી છે. તો આ તરફ શહેરમાં AMC એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા ફટાકડાની દુકાનો ગોડાઉન અને વેરહાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં સૌથી વધારે જ્યાં ફટાકડાનું વેચાણ થતું હોય છે અને દિવાળી સહિત તહેવારમાં ફટાકડા લેવા માટે લોકો આવતા હોય છે એવા ખાડીયા વિસ્તારમાં અંબિકા ટ્રેડિંગ કંપની સહિત પાંચ મોટી ફટાકડાની દુકાનો અને ગોડાઉનને ગેરકાયદે બાંધકામ હોવાથી તેને સીલ કરવામાં આવ્યા છે. સરસપુર વિસ્તારમાં વિકાસ એસ્ટેટમાં પણ મોટા પ્રમાણમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે જેમાં 15 દુકાનો સીલ કરવામાં આવી છે. શેડ બનાવીને ગેરકાયદે ફટાકડા ગોડાઉન બનાવાયા ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર રેડ કરી હતી. આ બંને ગોડાઉન સામ સામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના-મોટા કાર્ટુનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો. ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફટીની બોટલો અને રેતી ભરેલી ડોલ હતી. પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી. આ ઉપરાંત વોટર સ્પ્રીન્ક્લર પણ જોવા મળ્યા નહોતા. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટુન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું. જેના કારણે આગ આગ અથવ તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી. 39.57 કરોડના ફટાકડા જપ્ત, બેની ધરપકડ પોલીસે બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટુન ફટાકડાના જપ્ત કર્યા છે, જેની કિંમત 39,57,90,000 છે. પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી (રહે સત્યાગ્રહ સોસાયટી સેટેલાઈટ પોલીસ સ્ટેશનની, અમદાવાદ) અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે. વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો બંને આરોપીઓ સામે બીએનએસ કલમ 125 અને 288 તથા વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરવામાં આવી છે. કંપનીની કાયદેસરની રચના,અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા,લાઇસન્સની અધિકૃત સ્થિતિ, મંજુર ક્ષમતા, મંજૂર નકશો અને લાગુ સલામતીની શરતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંધ દુકાનોમાં પણ પોલીસ ચેકિંગ કરશે રામોલની દુર્ઘટના બાદ શહેરમાં કેટલીક શંકાસ્પદ ફટાકડાની દુકાનો અને ગોડાઉનના માલિકો બંધ કરીને જતા રહ્યા છે. તેથી સ્પષ્ટ છે કે દુકાનો અને ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહ અને કોઈ ખામી હશે. જેથી ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ચેકિંગમાં કોઈ કાર્યવાહી ન થાય તેના માટે બંધ કરી જતાં રહ્યાં છે. બંધ મળી આવેલી દુકાનોમાં હવે પોલીસને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવશે. અનેક દુકાનો અને ગોડાઉનનો બંધ મળી આવ્યા હતા. જેથી આ સમગ્ર મામલે હવે ફાયર વિભાગ દ્વારા જે નિયમોનો ભંગ થયો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ફાયર અને એસ્ટેટ વિભાગની તપાસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર વિભાગની અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ફટાકડાની દુકાનો અને તપાસ કરી છે. ગેરકાયદે બાંધકામ અને ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી NOC વગેરે અંગેની તપાસ માટે આજે પણ ફાયર અને એસ્ટેટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના અનેક સ્થળોએ ચેકિંગ દરમિયાન અનેક એકમો બંધ હાલતમાં મળી આવ્યા હતા. તેમ છતાં AMCની ટીમ દ્વારા તપાસની કાર્યવાહી યથાવત રાખવામાં આવી રહી છે અને જ્યાં પણ નિયમભંગ, ગેરકાયદે પ્રવૃત્તિ અથવા ફાયર સેફ્ટીની ખામી જણાશે ત્યાં જવાબદાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાયપુર ફટાકડા બજારની સહિત 60 ફટાકડાની દુકાન સીલ શહેરમાં રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં પરજાયેલા અગ્નિકાંડમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ બનાવ બાદ નિંદ્રામાંથી જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા શહેરમાં કોમર્શિયલ અને અન્ય મિલકતોની ફાયર સેફ્ટી તેમજ કાયદેસરતા અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી AMC દ્વારા 200થી વધુ દુકાનો-ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી. જેમાં આજે 21 જુલાઈના રોજ 60 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સીલ કરાયેલા ફટાકડાના એકમોમાં રાયપુર વિસ્તારમાં આવેલા અંબિકા ફાટકાડાની દુકાન સહિત અન્યનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 3 એકમો તોડી પાડ્યા છે. જેમાં એક વેજલપુર વિસ્તારમાં, જ્યારે 2 એકમ વસ્ત્રાલ વિસ્તારમાં છે. મ્યુનિ. દ્વારા સીલ કરાયેલા એકમમાં 58 રીટેઇલ દુકાનો અને 2 ગોડાઉનનો સમાવેશ થાય છે. આ પણ વાંચો 'ફટાકડા ફેકટરીના રૂમમાં બાળક ગયો'ને બ્લાસ્ટ થયો' અમદાવાદના વસ્ત્રાલની ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. ગેરકાયદે ફેક્ટરી ચલાવતા માતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી છે. જેઓની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુર્ઘટના સમયે ત્રણેય આરોપીઓ બનાવ સ્થળે જ હાજર હોવાનો ખુલાસો થયો છે. શ્રમિક પરિવારનો એક બાળક રમતા રમતા જે રૂમમાં વિસ્ફોટક (ગંધરક) રાખવામાં આવ્યો હતો ત્યાં ગયો'ને બ્લાસ્ટ થયો હોવાનું આરોપીઓએ જણાવ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    UP Assembly Monsoon session from August 3: Supplementary budget, ordinance replacement bills on agenda
    Next Article
    Ground Report | રોટલા પરથી ચોમાસાનો વરતારો | ચોમાસું હવે ભર'પૂર'! | Rain Forecast | Gujarat Varsad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment