Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પ્રકોપ યથાવત:આજે તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો, ભેજનું પ્રમાણ 45 ટકા રહેતા લોકો ગરમીથી અકળાયા

    14 hours ago

    જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે એમાંય છેલ્લા નવ દિવસના હવામાનના આંકડા મહત્તમ તાપમાન 40.2 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીથી 29 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જ્યારે આજરોજ તાપમાન નો પારો 0.8 ડિગ્રી ઘટી 39.4 ડિગ્રી એ પહોંચ્યો હતો, અને ભેજનું પ્રમાણ 45 ટકા જેટલું રહેતા અસહ્ય ઉકળાટ અનુભવ્યો હતો, ​આ નવ દિવસો દરમિયાન 10 જૂન ને બુધવારના રોજ સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જેમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જ્યારે 17 જૂન ને બુધવારના રોજ સૌથી ઓછું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી હતી. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 5 દિવસનું તાપમાન નો પારો તા.8 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 જૂન ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.11 જૂન ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 38 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.12 જૂન ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 51 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.13 જૂન ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.14 જૂન ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.15 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 33 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.16 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.17 જૂન ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 45 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    ISI સાથે સંકળાયેલા આતંકવાદી મોડ્યુલના વધુ 5 આરોપીઓની ધરપકડ:પાકિસ્તાનના ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલું હતું નેટવર્ક, અત્યાર સુધીમાં 12ની ધરપકડ
    Next Article
    ગીર પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી અટકી:બિયારણ-ખાતર તૈયાર પણ વરસાદ વિના ખેતરો કોરા, સિંચાઈના અભાવે પશુપાલન પર સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment