Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલા પોલીસે છ જુગારીઓને ઝડપ્યા:કેસરપર ગામમાં જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 38,420નો મુદ્દામાલ જપ્ત કર્યો

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા પોલીસે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 38,420નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, સાયલા તાલુકાના કેસરપર ગામની તળાવની પાળે ઝાડ નીચે ખુલ્લામાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા છ શખ્સોને પકડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રમેશ ખીમા ફિસડીયા, વિનુ દેવા સારોલા, મહીપત મખા સણોથરા, રમેશ છગન બાવળવા, કરશન ગાંડા કણજરીયા અને નરશી ચતુર સણોથરાનો સમાવેશ થાય છે. આ જુગારીઓ કેશરપર, સામતપર અને ડોળીયા ગામના રહેવાસી છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 18,420 અને ચાર મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 20,000 આંકવામાં આવી છે, તે જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ. 38,420નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરોડામાં સાયલા પોલીસના હિરલબેન મોડ, સંજય ઘાઘરેટીયા, હરપાલસિંહ પરમાર, માવજી કટોસણા, સિદ્ધરાજસિંહ પરમાર અને અર્જુનસિંહ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો. સાયલા પોલીસ આ કેસની વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાપા યાર્ડમાં ચોમાસામાં પાણી નહીં ભરાય:રાજકોટ ડિવિઝને સમસ્યાનાં કાયમી ઉકેલ માટે 84.5 મીટર લાંબા બ્રીજનું નિર્માણ કર્યું, વર્ષો જૂની મુશ્કેલીનો અંત
    Next Article
    Gujarat Latest Breaking News: ગુજરાતના 6 વાગ્યા સુધીના મોટા સમાચાર | Weather Update | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment