Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનનો હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર હુમલો:3800 કિમી દૂર ડિએગો ગાર્સિયા પર 2 બેલિસ્ટિક મિસાઈલ ઝીંકી, ટાર્ગેટને હિટ કરી શકી નહીં

    6 days ago

    અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાને શુક્રવારે સવારે હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા-બ્રિટનના સંયુક્ત સૈન્ય બેઝ ડિયેગો ગાર્સિયા પર મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલો છોડી. એવું જણાવવામાં આવ્યું કે ઈરાને લગભગ 2 મિસાઈલો છોડી, પરંતુ તેમાંથી કોઈ પણ બેઝને નિશાન બનાવી શકી નહીં. ડિયેગો ગાર્સિયા અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સૈન્ય મથક છે. આ બેઝ પરથી અમેરિકા તેના બોમ્બર પ્લેનનો ઉપયોગ કરે છે. આ હિંદ મહાસાગરની મધ્યમાં આવેલું એક મોટું સૈન્ય મથક છે. અહીંથી અમેરિકા દૂર સુધી અને ઝડપથી સૈન્ય ઓપરેશન ચલાવી શકે છે. આ ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 3,800 કિલોમીટર દૂર છે. આટલું અંતર હોવાને કારણે અમેરિકા અહીંથી સીધા ખતરાના દાયરામાં આવ્યા વિના લાંબા અંતરના મિશન શરૂ કરી શકે છે. આ બેઝ પર મોટું એરફિલ્ડ છે, જ્યાં B-2 અને B-52 જેવા ભારે બોમ્બર વિમાનો ઉડાન ભરી શકે છે. અહીં મોટા ટેન્કર વિમાનો (જેમ કે KC-135) અને દેખરેખ રાખનારા વિમાનો પણ કામ કરી શકે છે. આનો અર્થ એ છે કે લાંબા સમય સુધી અને દૂર સુધી હવાઈ કાર્યવાહી શક્ય છે. ટ્રમ્પે NATO દેશોને કાયર કહ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં તેમને ટેકો ન આપવા બદલ NATO સાથી દેશો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે NATO દેશ કાયર છે અને અમેરિકા વિના આ ગઠબંધન ફક્ત કાગળનો વાઘ છે. હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે તેને ખુલ્લું રાખવા માટે લશ્કરી સહાય પૂરી પાડવી સરળ છે, પરંતુ સાથી દેશો પાછળ હટી રહ્યા છે. તેમણે કહ્યું, "તે ખૂબ જ સરળ લશ્કરી ચાલ છે, જેમાં ખૂબ ઓછા જોખમ છે, પરંતુ તેઓ મદદ કરવા માંગતા નથી. તેઓ કાયર છે, અને અમે તે યાદ રાખીશું." અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Delhi Uttam Nagar EID News: Uttam Nagar में Holi पर हुआ था बवाल, Eid पर कैसा है माहौल? Tarun Case
    Next Article
    ભાજપની કેરળ, આસામ અને પુડુચેરી માટે નવી યાદી:કેરળના CMએ કહ્યું- કોંગ્રેસ અને રાહુલ BJPની B-ટીમ; ECIએ બંગાળમાં SIR કેસો માટે 19 ટ્રિબ્યુનલ બનાવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment