Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલેશ યાદવના ભાઈ પ્રતીકનું લખનઉમાં નિધન:38 વર્ષના હતા, પત્ની અપર્ણા ભાજપ નેતા; પ્રતીક યાદવનું પોસ્ટમોર્ટમ પૂર્ણ

    1 day ago

    સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે નિધન થયું. તેમની ઉંમર 38 વર્ષ હતી. સવારે 6 વાગ્યે તેમને લખનઉની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલના CMS ડૉ. ડીસી પાંડેના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રતીકને લાવવામાં આવ્યો ત્યારે તેનું હૃદય પણ બંધ થઈ ગયું હતું. પ્રતીકની પત્ની, અપર્ણા જે ભાજપ નેતા છે, હાલમાં આસામમાં છે. તે લખનઉ જવા રવાના થઈ ગયા છે. હાલમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલી દેવામાં આવ્યો હતો. જ્યા તેનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે. સાથે અપર્ણાના ભાઈ અમન સિંહ બિષ્ટ હાજર છે. સૂત્રો અનુસાર, 30 એપ્રિલે પ્રતીકને ગંભીર હાલતમાં લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 દિવસ પછી તેમને થોડો આરામ મળ્યો. આ પછી તેઓ હોસ્પિટલમાંથી રજા લીધા વિના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રતીક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પ્રતીકના નિધન બાબતના ફોટા- બ્રિટનથી અભ્યાસ કર્યો, રાજકારણથી દૂર હતા પ્રતીક યાદવના નિધન અંગેના અપડેટ્સ માટે નીચે આપેલા લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    दरबारी मीडिया की बरसी और जम्बूद्वीप में ‘वन थाना, वन एनकाउंटर’
    Next Article
    NEET પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો:અરજીમાં જણાવાયું- NTA પરથી વિશ્વાસ ઉઠી ગયો, સુપ્રીમ કોર્ટ ફરીથી પરીક્ષા કરાવે; CBI નાસિક પહોંચી, યુવક કસ્ટડીમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment