Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    38 લાખની ટિકિટવાળા લક્ઝરી ક્રૂઝમાં ફેલાયો હંટા વાયરસ:જહાજ પર કેદ થયા 170 યાત્રી, 3નાં મોત; અંદર ફસાયેલાં એક ઇન્ફ્લુએન્સરે રડતાં-રડતાં જણાવી આપવીતી

    4 days ago

    એટલાન્ટિક મહાસાગરમાં સફર પર નીકળેલા લક્ઝરી ક્રુઝ જહાજ MV Hondius પર ઉંદરોથી ફેલાતા જીવલેણ હંટા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જહાજમાંથી સંક્રમણનો બીજો કેસ સામે આવ્યો છે. વાયરસના કારણે અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થયા છે. WHO અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે રવિવારે જણાવ્યું કે જહાજ પર હંટા વાયરસ સંક્રમણના શંકાસ્પદ પ્રકોપે ત્રણ લોકોનો ભોગ લીધો છે. સંક્રમણથી મૃત્યુ પામેલાઓમાં વૃદ્ધ દંપતી પણ સામેલ છે. સંક્રમણથી ઓછામાં ઓછા ત્રણ અન્ય લોકો બીમાર થયા છે. 38 લાખ રૂપિયા સુધીની ટિકિટ આ જહાજમાં મુસાફરી કરી રહેલા 170 યાત્રીઓ હવે જહાજ પર જ 'કેદ' થવા મજબૂર છે, કારણ કે પ્રશાસને સંક્રમણના ડરથી તેમને જમીન પર ઉતરવાની મંજૂરી આપી નથી. આ લક્ઝરી જહાજ પર એક ટિકિટ માટે 38 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ જહાજ પર લોકો તડપી તડપીને મરી રહ્યા છે. તેમનું જીવન હાલ નરક જેવું બની રહ્યું છે. લાખો રૂપિયા લેનારી કંપની તેમને જહાજ પર લેટર પહોંચાડીને માસ્ક ન ઉતારવાની સલાહ આપી રહી છે. લક્ઝરી ક્રુઝ જહાજ MV Hondiusની આ હકીકત કોઈ હોરર ફિલ્મની વાર્તા જેવી છે. આ જહાજ આર્જેન્ટિનાના ઉશુઆયાથી રવાના થયું હતું અને એન્ટાર્કટિકા અને સેન્ટ હેલેના થઈને કેપ વર્ડે પહોંચ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે કાં તો જહાજ ઉંદરોના મળ-મૂત્રથી સંક્રમિત થયું છે અથવા તો કોઈ મુસાફર દ્વારા ‘એન્ડિસ’ વેરિઅન્ટ ફેલાયું છે, જેમાં મનુષ્યોથી મનુષ્યોમાં ફેલાવવાની ક્ષમતા હોય છે. જહાજ પર ફસાયેલા લોકો સાથે આગળ શું થવાનું છે? WHO અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વાયરસના મ્યુટેશનને સમજવા માટે ‘સીક્વન્સિંગ’ કરવામાં આવી રહ્યું છે. જો કેપ વર્ડેથી મંજૂરી નહીં મળે તો જહાજને 1,000 માઈલ દૂર સ્પેનના કેનેરી ટાપુઓ તરફ વાળી શકાય છે. બ્રિટિશ વિદેશ મંત્રાલય પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રડતા-રડતાં ઇન્ફ્લુએન્સરે આપવીતી જણાવી જેક રોસમેરિન બોસ્ટનના રહેવાસી ટ્રાવેલ બ્લોગર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 44,000થી વધુ ફોલોઅર્સ છે. તેમણે આ ડચ ધ્વજવાળા જહાજ પરથી એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું, “હું સામાન્ય રીતે આવા વીડિયો બનાવતો નથી, પરંતુ મને લાગે છે કે મારે કંઈક કહેવું જોઈએ. તેથી હું કેટલીક વાતો જણાવું છું. હું અત્યારે જહાજ પર છું અને અહીં જે થઈ રહ્યું છે, તે અમારા માટે ખૂબ જ વાસ્તવિક છે.” તેમણે કહ્યું, “અમે ફક્ત એક સમાચાર નથી. અમે ફક્ત હેડલાઇન નથી. અમે એવા લોકો છીએ, જેમના પરિવારો છે, જેમની ઘરે રાહ જોવાઈ રહી છે. અહીં ઘણી અનિશ્ચિતતા છે, અને આ જ સૌથી મુશ્કેલ બાબત છે. અમે ફક્ત સુરક્ષિત અનુભવવા માંગીએ છીએ, સ્પષ્ટ માહિતી ઇચ્છીએ છીએ અને ઘરે પાછા જવા માંગીએ છીએ.” તેમણે આગળ કહ્યું, “જો તમે આ સમાચાર જોઈ રહ્યા છો, તો યાદ રાખો કે તેની પાછળ વાસ્તવિક લોકો છે. આ કોઈ દૂરના સ્થળે બની રહેલી ઘટના નથી. આ અત્યારે અમારી સાથે થઈ રહ્યું છે. જ્યારે હું વધુ માહિતી આપી શકીશ, ત્યારે શેર કરીશ, પરંતુ અત્યારે હું ફક્ત તમારી સમજણ અને દયા ઈચ્છું છું.” દરિયાકિનારે ઊભું છે જહાજ ક્રુઝનું સંચાલન કરતી ડચ કંપનીએ જણાવ્યું કે જહાજ હાલમાં કેપ વર્ડેના કિનારે ઊભું છે. આ આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો ટાપુ દેશ છે. સ્થાનિક અધિકારીઓએ હજુ સુધી કોઈને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપી નથી. કંપનીએ જણાવ્યું કે જહાજ પર હાજર જે બે બીમાર લોકોને તાત્કાલિક તબીબી સંભાળની જરૂર છે, તેઓ ક્રૂ સભ્યો છે. જહાજમાં કુલ 170 મુસાફરો, 71 ક્રૂ સભ્યો હાજર આ જહાજમાં એક ડોક્ટર પણ સામેલ છે. પ્રથમ મૃતક 70 વર્ષની એક વ્યક્તિ હતી, જેનું મૃત્યુ જહાજ પર જ થયું હતું. તે તેની પત્ની સાથે આ યાત્રા પર હતો. ત્યારબાદ તેનો મૃતદેહ દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા સેન્ટ હેલેનામાં ઉતારવામાં આવ્યો. તેમની પત્ની બાદમાં દક્ષિણ આફ્રિકા પહોંચી, જ્યાંથી તેમને પોતાના દેશ નેધરલેન્ડ પાછા ફરવાનું હતું. પરંતુ એરપોર્ટ પર જ તેમની તબિયત અચાનક બગડી ગઈ, તેઓ બેભાન થઈ ગયા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. ક્રુઝ ચલાવતી કંપની ઓશનવાઈડ એક્સપેડિશન્સે જણાવ્યું કે ત્રીજા મૃતકનો મૃતદેહ હજુ પણ જહાજ પર કેપ વર્ડેમાં હાજર છે. સંક્રમણ કેવી રીતે ફેલાયું, તેની તપાસ કરવામાં આવી રહી છે સૌથી મોટો સવાલ એ છે કે સંક્રમણ ક્યાંથી આવ્યું. આર્જેન્ટિનાના જે વિસ્તારમાંથી જહાજ રવાના થયું, ત્યાં હંટા વાયરસનો કોઈ કેસ નોંધાયેલ નથી. જહાજ એવા વિસ્તારોમાં પણ ગયું ન હતું જ્યાં આ વાયરસ સામાન્ય છે. નિષ્ણાતોનું માનવું છે કે સંક્રમણ જહાજની અંદર હોઈ શકે છે. ઉંદરોના સંપર્કમાં આવવાથી ફેલાય છે હંટા વાયરસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, હંટા વાયરસ વ્યક્તિના ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ મુખ્યત્વે ઉંદરોમાં થાય છે. આના કારણે ઉંદરોમાં કોઈ બીમારી થતી નથી, પરંતુ મનુષ્યોનું મૃત્યુ થાય છે. હંટા વાયરસનો સૌપ્રથમ 1993માં પત્તો લાગ્યો હતો. ત્યારે અમેરિકામાં એક દંપતી સંક્રમિત થવાને કારણે મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ થોડા જ મહિનામાં આ બીમારીથી 600 લોકોના મોત થયા હતા. ઉંદરના પેશાબ, મળ અને લાળના સંપર્કમાં આવવાથી મનુષ્ય સંક્રમિત થાય છે. આના કારણે પલ્મોનરી સિન્ડ્રોમ નામની બીમારી થાય છે. 3 રીતે ફેલાય છે હંટા વાયરસ હંટા વાયરસ કોરોના કરતાં પણ વધુ ખતરનાક વૈજ્ઞાનિકોના મતે, હંટા વાયરસ હવા દ્વારા ફેલાતો નથી તેમ છતાં તે કોરોના વાયરસ કરતાં વધુ ખતરનાક છે. આ બીમારીનો કોઈ ખાસ ઈલાજ નથી, માત્ર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. ગંભીર દર્દીઓને શ્વાસ લેવામાં મદદ કરવા માટે વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. આ બીમારીમાં લગભગ 38% દર્દીઓ મૃત્યુ પામે છે. જો દર્દી વૃદ્ધ હોય અથવા પહેલાથી જ નબળો હોય, તો જોખમ વધુ વધી જાય છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી હંતાવાયરસના 5 સ્ટ્રેન શોધી કાઢ્યા છે, જેમાંથી સૌથી ખતરનાક અરારાક્વોરા વાયરસ છે, જેનો ચેપ લાગવા પર મૃત્યુ દર 54% જોવા મળ્યો છે. તે જ રીતે, બીજો સ્ટ્રેન સિન નોમ્બ્રે વાયરસ છે જેના કિસ્સામાં મૃત્યુ દર 40% છે. ત્રીજો સ્ટ્રેન હંતાન વાયરસ છે. તેનો મૃત્યુ દર 5-10% ની વચ્ચે છે. આ ત્રણેયમાંથી કોઈપણનો ચેપ લાગવા પર મૃત્યુનું જોખમ કોરોનાની સરખામણીમાં ઘણું વધારે હોઈ શકે છે. હજુ સુધી તેની રસી તૈયાર થઈ શકી નથી અને કોઈ નિશ્ચિત ઇલાજ પણ નથી. આવા દર્દીઓને વિશેષ સંભાળની જરૂર હોય છે અને ઓક્સિજન થેરાપી આપવામાં આવે છે. જેટલી જલદી કેસ પકડમાં આવે તેટલું સારું. જો બીમારી ગંભીર બની જાય, તો લગભગ 7-10 દિવસની અંદર દર્દીનું મૃત્યુ થઈ શકે છે. ગયા વર્ષે અમેરિકી એક્ટરની પત્નીનું મૃત્યુ થયું હતું આ બીમારી ગયા વર્ષે પણ ચર્ચામાં આવી હતી, જ્યારે અમેરિકી એક્ટર જીન હેકમેનની પત્ની બેટ્સી અરાકાવાનું તેનાથી મૃત્યુ થયું હતું. બંને 26 ફેબ્રુઆરીના રોજ તેમના સાન્ટા ફે સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ઘરની આસપાસ ઉંદરોના નિશાન પણ મળ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે 95 વર્ષીય હેકમેનનું મૃત્યુ 18 ફેબ્રુઆરીના રોજ હૃદય રોગથી થયું હતું. જ્યારે અરાકાવાનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો. અરાકાવા તેમના મૃત્યુ પહેલા સતત ઇન્ટરનેટ પર ફ્લૂ જેવા લક્ષણો, શ્વાસ લેવાની રીતો અને કોવિડ જેવી બીમારીઓ વિશે માહિતી શોધી રહ્યા હતા. અમેરિકામાં 1993થી 2023 સુધીમાં માત્ર 890 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ ન્યૂ મેક્સિકો રાજ્યમાં મળ્યા છે, જ્યાં જીન હેકમેન અને તેમની પત્ની રહેતા હતા.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Result 2026: Vijay Thalapathy की इस चाल से दिग्गजों ने खाई मात |TVK |DMK |AIADMK
    Next Article
    CM માને રાષ્ટ્રપતિને કહ્યું- બંધારણની મજાક ઉડાવાઈ:પંજાબમાં BJPના MLA 2, રાજ્યસભાના MP 6 થઈ ગયા; ચઢ્ઢાએ કહ્યું- અમારી પાસે 21 રાજ્યોની પોલીસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment