Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે 38 ખાદ્ય સેમ્પલ લીધા:માર્ચમાં ચેકિંગ, અગાઉના 10માંથી 1 સેમ્પલ નાપાસ થયું

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માર્ચ માસ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 38 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. અગાઉ લેવાયેલા 10 નમૂનાઓના રિપોર્ટમાંથી એક સેવ ફરસાણનો નમૂનો નાપાસ થયો હતો. તા. 1 થી 31 માર્ચ, 2026 દરમિયાન સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જિલ્લાના જુદા જુદા સ્થળોએ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે દુકાનો અને અન્ય સ્થળોએ તપાસ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના નમૂના લીધા હતા. આ નમૂનાઓમાં લસ્સી (2), મઠ્ઠો, વણેલા ગાંઠિયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝ (2), દાળ ફ્રાય, ટીંડોરાનું શાક, પનીર ટીકા, ચાનો મસાલો, રાજમા મસાલો, મગનું શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટૂટી-ફ્રૂટી અને છાસ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને રાજકોટ, ભુજ અને વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, આ નમૂનાઓના રિપોર્ટ આવવામાં દોઢથી બે મહિનાનો સમય લાગે છે, જેના કારણે પરિણામો મોડા પ્રાપ્ત થાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમને આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ચેકિંગને કારણે ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    વાગરામાં ભાજપના પાયાના કાર્યકર AAPમાં જોડાયા:અરૂણાબેન પટેલનો પક્ષપલટો, વાગરા-2 બેઠક પરથી AAPના ઉમેદવાર બનશે
    Next Article
    ભૂ માફિયાઓએ ખનિજ વિભાગને 23.46 લાખનો ચૂનો ચોપડ્યો:નકલી ચલણો અને સહી રજૂ કરી લાખોનો દંડ ભર્યાં વિના જ વાહનો છોડાવ્યા, બેંકમાં ખરાઈ કરતા ત્રણ મહિને ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment