Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે નવસારી-વલસાડ-ડાંગ-તાપી સહિતમાં વરસાદની આગાહી:37°C સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

    12 hours ago

    હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, વરસાદ બાદ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની હવામાન પર અસર જોવા મળી રહી છે. 3 નવેમ્બરે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી જ્યારે આવતીકાલે એટલે કે, 3 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણની શક્યતા આજે અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધારે છે. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    સોનું આજે ₹2282 સસ્તું, ₹1.38 લાખ પર આવ્યું:ચાંદી ₹1264 ઘટીને ₹1.80 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે, એક મહિનામાં લગભગ ₹40 હજાર સસ્તી થઈ
    Next Article
    અમદાવાદમાંથી વધુ એક વખત 61 બાંગ્લાદેશી ઝડપાયા:બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં પ્રવેશ્યા, તમામને ડિપોર્ટ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment