Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:ઇન્ફોસિટી વિસ્તારમાં ખોવાયેલા 377 ફોન પોલીસે શોધી કાઢ્યા

    14 hours ago

    ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ લોકોના ખોવાયેલા મોબાઈલ શોધીને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં કુલ 377 મોબાઈલ શોધ્યા છે જેની કિંમત 83.43 લાખ રૂપિયા થાય છે. ટેકનોલોજીની મદદથી આ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં મોબાઈલ ગુમ થવાની ઘટનાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી આ અભિયાન ચાલી રહ્યું છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ. શાહ અને તેમની ટીમ CEIR પોર્ટલનો ઉપયોગ કરી રહી છે. પોલીસ કર્મચારી ભરતભાઈએ ટેકનિકલ રીતે તપાસ કરીને એપ્રિલ 2026 માં 3,51,874 રૂપિયાની કિંમતના 20 મોબાઈલ ફોન પરત મેળવ્યા હતા. વર્ષ 2024 માં પોલીસે 22.14 લાખની કિંમતના 104 મોબાઈલ શોધ્યા હતા. વર્ષ 2025 માં 45.77 લાખની કિંમતના 209 મોબાઈલ મળ્યા હતા. વર્ષ 2026 માં એપ્રિલ સુધીમાં 64 મોબાઈલ મળ્યા છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 377 મોબાઈલ માલિકોને પાછા મળ્યા છે, જેની બજાર કિંમત 83.43 લાખ રૂપિયા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે મોબાઈલ ગુમ થાય ત્યારે તરત જ પોર્ટલ પર નોંધણી કરાવવી અને પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    '10 રૂપિયામાં પૂરેપૂરું બંગાળ ખરીદી લીધું', VIDEO:50 વર્ષ બાદ મોદી સાહેબનો જાદુ ચાલી ગયો, પંશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર અમદાવાદીઓએ શું શું કહ્યું?
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:જામનગરનું 12 વિ. પ્ર.નું પરિણામ 1.35 ટકા ઘટ્યું, સા.પ્ર.માં પણ આંશિક ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment