Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓદરકા ગામે હનુમાનજીના મંદિરમાંથી 3.75 લાખના ઘરેણાની ચોરી, CCTV:ચાંદીના નાના-મોટા છત્તર, ગદા ચોરી તસ્કરો ફરાર, ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ

    1 day ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે આવેલા પૌરાણિક ધોળીયા ઓટાવાળા હનુમાનજી મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા છે. મંદિરમાંથી ચાંદીના છતર અને ગદા સહિત કુલ ₹૩.૭૫ લાખના ઘરેણા ચોરાયા છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા, જ્યારે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરી કરાયેલા મુદ્દામાલની વિગત ગામમાં રહેતા બનેસિંહ હેંમતસિંહ ગોહિલ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત 11 જુલાઈના સાંજના 5:30 વાગ્યાથી 12 જુલાઈના વહેલી સવારના 5:00 વાગ્યા દરમિયાન તસ્કરોએ દાગીનાની ચોરી કરી હતી. સીસીટીવી તોડ્યા, પણ સામેની દુકાનના કેમેરામાં ઝડપાયા તસ્કરોએ ચોરીને અંજામ આપતી વખતે પકડાઈ ન જવાય તે માટે મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી અને એક કેમેરાનો વાયર પણ કાપી નાખ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે મંદિરે તપાસ કરતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું, જ્યારે મંદિરની સામે આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો મોડી રાત્રે તસ્કરી કરતા સ્પષ્ટ કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસની ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી આ બનાવ અંગે ઘોઘા પોલીસે ફરિયાદીની રજૂઆતને આધારે ત્રણ અજાણ્યા શખ્સો સામે BNS એક્ટની કલમ 305(D), 329(3), 54 મુજબ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વિરપુર પોલીસે ₹3.88 લાખનો દારૂ જપ્ત કર્યો:અરવલ્લીથી આવતી ઇક્કો કારમાંથી દારૂ ઝડપાયો, એક ઝડપાયો
    Next Article
    बिजनौर में एक बार फिर से रिश्ते हो गए तार - तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment