Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફટાકડા વેચાણ માટે તૈયારી:ફાયર વિભાગ સમક્ષ મંજૂરી અર્થે કુલ 373 અરજીઓ આવી, 299 મંજુર, 7 રિજેક્ટ, 67માં સ્થળ તપાસની કામગીરી ચાલુ

    7 hours ago

    આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 373 અરજીઓ મળી છે. જે પૈકી 299 સ્થળોએ ચેકીંગ કરીને અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. બાકીની 67 અરજી હાલમાં પેન્ડિંગ હોય ફાયરની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફિનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગતવર્ષના નિયમ મુજબ 500 ચો.મી. જગ્યામાં ફાટકડાનો વેપાર કરવા માટે ફાયર એનોસીની જરૂર નથી. પણ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત હોય છે. ત્યારબાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજકોટનાં જુદા જુદા ફાયર સ્ટેશનોમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ માટે ફાયરના પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેની સ્થળ તપાસ કર્યા બાદ અમારી ટીમ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે. નિયમો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવું ટેમ્પરરી લાયસન્સ મેળવવા માટે અને ફટાકડાના વેચાણ માટે ઊભા કરવામાં આવતા સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ ફરજિયાત રાખવાની રહે છે. આ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા માટે સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે. તેમજ આ સાધનોનો ઉપયોગ કરતા વેપારીને આવડે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ફાયર વિભાગ પાસે 373 અરજીઓ આવી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરવા માટે ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. મળેલી કુલ અરજીઓમાંથી ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને રૂબરૂ ચકાસણી કરવામાં આવી છે અને 299 વેપારીઓને તેમના સ્થળ માટેનો અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. બાકી રહેલી 67 અરજીઓ હાલ પેન્ડિંગ છે, જેના માટે ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ તપાસની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. નાના વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ધનતેરસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવનાર છે. ક્રમ ફાયર સ્ટેશન આવેલ અરજી ઇશ્યુ પેન્ડિંગ 1 રામાપીર 46 39 02 2 કોઠારીયા 27 24 03 3 મવડી 59 52 07 4 રેલનગર 27 21 04 5 ERC 51 45 06 6 કનક રોડ 43 38 05 7 કાલાવડ રોડ 59 37 22 8 બેડીપરા 61 43 18 ટોટલ 373 299 67 ઉલ્લેખનીય છે કે, નિયમોનું પાલન થતું નહીં હોવાને કારણે રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી 5 અને રેલનગર ફાયર સ્ટેશન ખાતેથી 2 મળી કુલ 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. ફટાકડાના અસ્થાયી સ્ટોલ કે દુકાનો માટે ફાયર સેફ્ટીના પ્રાથમિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય હોવાથી ફાયર વિભાગ દ્વારા તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ કરીને સુરક્ષાના ધોરણો ચકાસ્યા બાદ આગળની મંજૂરીઓની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે, જેથી તહેવારો દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત નિવારી શકાય.
    Click here to Read More
    Previous Article
    अनंत सिंह की विधायकी पर संकट, लेकिन क्या कानूनी पेच बनेगा ढाल? जानें दो MLC का मामला इससे कैसे है अलग
    Next Article
    Bengal News: PM मोदी को झालमुड़ी खिलाने वाले दुकानदार को मिली जान से मारने की धमकी । Jhalmudi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment