Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3.72 લાખની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા:જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી સેમસંગ S-26 અલ્ટ્રા અને સોનાની વીંટી લઈને પલાયન થયા'તા

    13 hours ago

    મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગત 15 માર્ચના રોજ થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં મહેસાણા બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી બે રીઢા તત્વોને ઝડપી પાડી કુલ 3.72 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અજાણ્યા તસ્કરો સોનાની વીંટી, મોબાઈલ લઈને ફરાર ફરિયાદી જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ ધરાવે છે. 15 માર્ચની રાત્રે ઓફિસ બંધ કરીને ઘરે જતી વખતે તેઓને બી.પી.ની તકલીફના કારણે અચાનક ચક્કર આવતા તેઓ ગેલેરીમાં આરામ કરવા બેઠા હતા અને ત્યાં જ ઊંઘી ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના હાથમાંથી આશરે દોઢ તોલાની સોનાની વીંટી, અન્ય એક 6 ગ્રામની સોનાની વીંટી અને કિંમતી સેમસંગ એસ-26 અલ્ટ્રા મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ યુવકો નજરે પડ્યા આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડ એક્શનમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા બે શંકાસ્પદ યુવકો નજરે પડ્યા હતા. મોઢેરા રોડ પાસેથી બંનેને દબોચી લીધા તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે બે શંકાસ્પદ શખ્સો બેઠેલા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ધ્રુવકુમાર કાન્તીલાલ ભોજક (ઉ.વ. 24) અને અભિજીતકુમાર શકુમાર મૈત્રી (ઉ.વ. 23) નામના બે શખ્સોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. સૂતેલા જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા તેમની પાસેથી ચોરીમાં ગયેલો સેમસંગ એસ-26 અલ્ટ્રા મોબાઈલ અને બંને સોનાની વીંટીઓ મળી આવી હતી. આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ કોમ્પ્લેક્સમાં ચા પીવા આવ્યા હતા અને સીડી ચડીને ઉપર જતા એક વ્યક્તિને સૂતેલા જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે કુલ 3,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(ઉં) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને નુકસાન; PI, ASI અને HC તથા 5 GRD ફરજમુક્ત
    Next Article
    'સુરત ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે':બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સ ઝડપાતા AAP નેતા પાયલ સાકરીયાનો સરકારને સવાલ, આંદોલનની આપી ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment