Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ આપ્યો:બીજી ઇનિંગ્સમાં 193 રનમાં ઓલઆઉટ; રિષભ પંત ટેસ્ટમાં 100 સિક્સ લગાવનાર પ્રથમ ભારતીય

    3 days ago

    ભારતે પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગૉલમાં ભારત બીજી ઇનિંગ્સ 193 રનમાં ઓલાઉટ થઈ ગઈ. રિષભ પંતે 66 રનની ઇનિંગ્સ રમી. તેણે લાહિરુ કુમારાના બોલ પર છગ્ગો લગાવીને ફિફ્ટી પૂરી કરી. આ સાથે જ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય બેટર બની ગયો. પંત સિવાય દેવદત્ત પડિકલે 44 અને કેએલ રાહુલે 35 રન બનાવ્યા. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને 178 રનની લીડ મળી હતી, જેને બીજી ઇનિંગ્સના 193 રન સાથે જોડતા કુલ લીડ 371 રનની થઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Bajaj Finance Allots Rs 498 Crore Worth NCDs — Check Interest Rate, Maturity Dates
    Next Article
    દિવ્યા દેશમુખ-ગાયત્રી ગોપીચંદ સહિત 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ:12 વર્ષમાં પહેલીવાર ખેલ રત્ન કોઈને નહીં; આ વખતે એકપણ ક્રિકેટરનું લિસ્ટમાં નામ નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment