Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીનગરના સાંસદ પાર્ટી અને સાંસદપદેથી રાજીનામું આપશે:કહ્યું- સરકારે કલમ 370 પરનું વચન પૂરું કર્યું નથી; નેશનલ કોન્ફરન્સના 25 ધારાસભ્યો અલ્ટીમેટમ આપી ચૂક્યા

    8 hours ago

    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ નેશનલ કોન્ફરન્સ (NC) છોડવા અને આજે લોકસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરશે. આ જાહેરાત તેઓ બડગામમાં પોતાના પિતા આગા સૈયદ મેહદીની 26મી પુણ્યતિથિ પર યોજાનારી એક જનસભામાં કરશે. રુહુલ્લાહનો આરોપ છે કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને પાર્ટી પ્રમુખ ફારુક અબ્દુલ્લા 2024ની વિધાનસભા ચૂંટણીમાં જનતાને કલમ 370 અંગે આપેલા વચનો પૂરા કર્યા નથી. રુહુલ્લાહ બડગામથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2024માં શ્રીનગરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC)ના 25 ધારાસભ્યોએ રવિવારે પાર્ટીના નેતૃત્વને 14 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. ધારાસભ્યોએ માગણીઓ પૂરી નહીં થાય તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી પણ આપી છે. ધારાસભ્યોનું 4 સભ્યોનું પ્રતિનિધિમંડળ બનાવાયું બેઠકમાં ધારાસભ્યોએ 4 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ બનાવવાનો નિર્ણય લીધો. તેની આગેવાની પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુરેઝના ધારાસભ્ય નઝીર અહમદ ગુરેઝી તથા થાનામંડીના ધારાસભ્ય મુઝફ્ફર ઈકબાલ ખાન કરશે. પ્રતિનિધિમંડળ પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને મળીને પોતાની માગણીઓનું આવેદનપત્ર સોંપશે. ધારાસભ્યોએ નેતૃત્વના જવાબની રાહ જોવાનો અને ત્યારબાદ આગળની વ્યૂહરચના નક્કી કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ વિસ્તરણમાં અનેક દાવેદારોને સ્થાન મળ્યું નથી 27 ઑક્ટોબરના કેબિનેટ વિસ્તરણમાં નેશનલ કોન્ફરન્સના 4 ધારાસભ્યો અલી મોહમ્મદ સાગર, મીર સૈફુલ્લાહ, શમીમા ફિરદૌસ અને અલ્તાફ અહમદ કલ્લુને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ વિસ્તરણમાં એવા અનેક વરિષ્ઠ ધારાસભ્યો મંત્રી બની શક્યા નહોતા, જેમના નામની ચર્ચા ચાલી રહી હતી. તેમાં નઝીર અહમદ ગુરેઝી અને મુબારક ગુલ પણ સામેલ છે. મુબારક ગુલને બાદમાં ફારૂક અબ્દુલ્લાએ અલી મોહમ્મદ સાગરના સ્થાને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. ---------
    Click here to Read More
    Previous Article
    'નાના પાટેકરે હાથ ઉગામ્યો તો હું બમણો માર મારીશ':'અબ તક છપ્પન'માં કામ કરતા પહેલા યશપાલ શર્માએ આપી હતી ચેતવણી; બાદમાં બન્યા હતા મિત્રો
    Next Article
    ભાવનગર મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ગંગાજળિયા તળાવ, એમ.જી. રોડ અને પીરછલ્લા માર્કેટમાં દબાણ હટાવ ઝુંબેશ, રસ્તા પરથી 2 ગાડી જેટલો મુદ્દામાલ જપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment