Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં રૂ. 3.69 કરોડનું ફુલેકું ફેરવનાર MD મુંબઈથી ઝડપાયો:કેનેડા ભાગી જાય તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો; આંકડો 40 કરોડ સુધી પહોંચવાની આશંકા

    2 days ago

    ભાવનગર શહેરમાં ‘શ્રી બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ’ના નામે નિર્દોષ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી પરિવાર સહિત મુંબઈ ભાગી ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર (MD)ને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. અલગ-અલગ આકર્ષક સ્કીમોમાં રોકાણના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી સોસાયટી બંધ કરી દેવાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીને મુંબઈથી દબોચી લીધો છે અને તેની સામે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના ચેરમેનનું મોત થયું, MD પરિવાર સાથે કેનેડા ભાગવાની પેરવીમાં હતો બનાવની વિગત એવી છે કે, ભાવનગરમાં કાર્યરત શ્રી બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંચાલકો વિરૂદ્ધ છેતરાયેલા રોકાણકારોએ ગત 9 મેના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક લેખિત અરજી આપી હતી. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરીને ભોગ બનનાર કુલ 13 રોકાણકારોના નિવેદનો નોંધ્યા હતા. આ દરમિયાન બહાર આવ્યું કે સોસાયટીના તત્કાલીન ચેરમેન અનિલભાઈ વિનોદરાય પંડ્યા (રહે. ઇસ્કોન મેગા સિટી, ભાવનગર)નું ગત 15 માર્ચના રોજ અવસાન થયું હતું. જ્યારે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર નરેશ ખીમચંદભાઈ શાહ (રહે. પ્લોટ નં. 567, ઇસ્કોન મેગા સિટી, ભાવનગર) રાતોરાત પોતાના પરિવાર સાથે ઘર બંધ કરીને ભાવનગર છોડી નાસી ગયા હતા. પોલીસને પાકી આશંકા હતી કે આરોપી નરેશ શાહ ભારત દેશ છોડીને કાયમ માટે કેનેડા ભાગી જવાની પેરવીમાં છે. મુંબઈમાં ભાડાના મકાનમાં છુપાયો હતો, LCBની ટીમે ઓપરેશન પાર પાડ્યું આરોપી વિદેશ ભાગી ન જાય તે માટે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે પોતાના ગુપ્ત બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્કને એક્ટિવ કર્યું હતું. આ દરમિયાન અતિ ગુપ્ત રાહે પાકી માહિતી મળી હતી કે નરેશ શાહ પોતાના પરિવાર સાથે મુંબઈમાં ઓળખ છુપાવીને ભાડાના મકાનમાં રહી રહ્યો છે. આ ઓપરેશનને સફળ બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમને તાત્કાલિક મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસે મુંબઈમાં લોકેશન ટ્રેસ કરીને આરોપી નરેશ શાહને રાઉન્ડઅપ કરી લીધો હતો અને તેને કસ્ટડીમાં લઈને ભાવનગર લાવવામાં આવ્યો હતો. કુલ કૌભાંડ રૂ. 30 થી 40 કરોડ સુધી પહોંચવાની સંભાવના પોલીસની પ્રાથમિક તપાસ અને સત્તાવાર ફરિયાદ મુજબ હાલમાં રૂ. 3,69,85,884ની છેતરપિંડી સામે આવી છે. જો કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેમ-જેમ વધુ રોકાણકારો પોતાની અરજીઓ અને ફરિયાદો લઈને સામે આવશે, તેમ-તેમ આ છેતરપિંડીનો આંકડો આશરે રૂ. 30થી 40 કરોડ સુધી વટાવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મુંબઈથી પકડી લવાયેલા આરોપી નરેશ શાહને આગળની કાયદેસરની ધરપકડ અને રિમાન્ડની પ્રક્રિયા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જૂન મહિનાના આ દિવસોમાં થયેલી આ મોટી કાર્યવાહીથી રોકાણકારોમાં ન્યાયની આશા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ:વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી મેચ, જીત પછી ફાઇટર રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યો
    Next Article
    ખેડૂતોના પ્રશ્નો મુદ્દે 1111 ટ્રેક્ટર સાથે કોંગ્રેસની રેલી, આપનું સમર્થન:અમદાવાદથી ગાંધીનગર જશે, ખેતરોમાં વીજલાઈન નાંખવા સહિતની સમસ્યાઓ ઉકેલવા 5 માંગણી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment