Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાઉથના અંબાણી' તરીકે લોકપ્રિય છે મામૂટી:ડાંગરની ખેતી કરતાં ખેડૂત પરિવારનો દીકરો કેવી રીતે બન્યો 'મેગાસ્ટાર'? દરેક કારના 369 નંબર પાછળનું રહસ્ય શું?

    1 day ago

    ''તિમિર હૈ ત્રિલોક મેં, તમસ છાયે ઘોર... કભી કલ્પના મેં ના આશા હૈ, એકાકી હૈ ક્રંદન, સત્ય હૈ પ્રચ્છન્ન, તારા મંડલો મેં ભાગ્યા કા હૈ ખંડન...'' (ભ્રમયુગમ) ''સુનો.... યહ ભ્રમ યુગ હૈ, ઇસ કાલ મેં ભક્તિ ઔર સંસ્કાર નિરર્થક હૈ...'' (ભ્રમયુગમ) ''શિક્ષિત બનો, આંદોલિત બનો ઔર સંગઠિત રહો... ખુદ પર વિશ્વાસ રખો ઔર સાફ સુથરા રહના શીખો, જૂઠન ખાને, મરે હુએ જાનવરોં કો ઉઠાને ઔર ફેંકને કી પ્રથા કો છોડને કા દૃઢ સંકલ્પ લો. અપને બચ્ચોં કો શિક્ષિત કરો...'' (ડૉ. બાબાસાહેબ આંબેડકર) ''દેશ કી આઝાદી કા તબ તક કોઈ મતલબ નહીં હૈ જબ તક વ્યક્તિ કો આઝાદી ના મિલે, ઔર સામાજિક સમાનતા કે બિના કિસી ભી વ્યક્તિ કી આઝાદી સિર્ફ એક ભ્રમ હૈ...'' (ડૉ. બાબાસાહેબ આંબેડકર) ''સંવિધાન કેવલ વકીલોં કા દસ્તાવેજ નહીં હૈ, યહ જીવન કા એક માધ્યમ હૈ, ઔર ઇસકી આત્મા હંમેશા યુગ કી આત્મા હોતી હૈ...'' (ડૉ. બાબાસાહેબ આંબેડકર) મલયાલમ ફિલ્મના હિંદીમાં ડબ કરાયેલા આ ડાયૉલગ્સ પર ચાહકો આફરીન થઈ ગયા હતા. આ ડાયલૉગ્સ મલયાલમ મેગાસ્ટાર મામૂટીએ પોતાના દમદાર અંદાજમાં બોલ્યા હતા. મામૂટીને તાજેતરમાં જ નેશનલ ફિલ્મ અવૉર્ડમાં ફિલ્મ 'ભ્રમયુગ' માટે બેસ્ટ એક્ટરના નેશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મામૂટીને ચોથીવાર નેશનલ અવૉર્ડથી નવાજવામાં આવ્યો. ભારતમાં સૌથી વધુ એટલે કે ચાર વાર બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો હોય તો તે મામૂટી ને શહેનશાહ અમિતાભ બચ્ચન છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું મામૂટીના પરિવારની....મામૂટીના પિતા શું કરતા? મામૂટીના પરિવારમાં કોણ કોણ છે? મામૂટીનું સાચું નામ શું છે ને મામૂટી નામ કોણે આપ્યું? મામૂટીને 'મેગાસ્ટાર' કેમ કહેવાય? મોહનલાલે મંદિરમાં મામૂટી માટે પ્રાર્થના કરતા કેમ વિવાદ થયો? મામૂટીના ગેરેજમાં 369 કાર છે? મામૂટીને દુબઈમાં કેમ ટેસ્ટ વગર જ લાઇસન્સ આપવાની વાત કરી? મામૂટી 75 વર્ષે પણ કેવી રીતે રહે છે ફિટ? મામૂટીના પરિવારના અન્ય સભ્યો ને દીકરા સલમાનની વાતો ફરી ક્યારેક .... કેરળ (આજના કેરલમ)ના ચંદીરૂર ગામમાં ઇસ્માઇલ ને ફાતિમાના મધ્યમ વર્ગીય પરિવારમાં સાત સપ્ટેમ્બર, 1951એ મોહમ્મદ કુટ્ટીનો જન્મ થયો. કેરળના કોટ્ટયમ જિલ્લાના વૈકોમ નજીક આવેલા ચેમ્બુ ગામમાં ઇસ્માઇલનો ચોખા તથા કપડાંનો હોલસેલ બિઝનેસ હતો. આ ઉપરાંત તેઓ ડાંગરની ખેતી પણ કરતા. જ્યારે ફાતિમા હોમ મેકર હતાં. મોટો દીકરો મોહમ્મદ કુટ્ટી, ત્યારબાદ બે દીકરાઓ ઇબ્રાહિમ કુટ્ટી ને ઝકરિયા. ત્રણ દીકરીઓ અમીના, સૌદા, શફીના. મોહમ્મદ કુટ્ટી જ આગળ જતાં દેશ-દુનિયામાં મામૂટીના નામથી લોકપ્રિય બન્યા. મોહમ્મદ કુટ્ટીએ કોટ્ટયમની સરકારી સ્કૂલમાંથી એજ્યુકેશન લીધું. 60ના દાયકામાં પિતા પરિવાર સાથે કોચ્ચી શિફ્ટ થયા થતાં મોહમ્મદે એમાકુલમ સરકારી શાળામાં અભ્યાસ કર્યો. પ્રી યુનિવર્સિટી કોર્સ સ્ક્રેડ હાર્ટ કોલેજમાંથી કર્યો. મોહમ્મદે સરકારી કોલેજમાંથી LLBનો અભ્યાસ શરૂ કર્યો. મોહમ્મદને એક્ટિંગ પ્રત્યે ઘણો જ રસ હતો. 20 વર્ષની ઉંમરે 1971માં મલયાલમ ફિલ્મ 'અનુભવંગલ પાલિચકલ'માં ક્રેડિટ વગર એમ જ નાનકડો રોલ પ્લે કર્યો. મામૂટી નામ કેવી રીતે પડ્યું કોલેજમાં મોહમ્મદ કુટ્ટીને પોતાનું નામ ઘણું જ જૂનું લાગતું. તેઓ કોલેજમાં હોલિવૂડના લોકપ્રિય એક્ટર ઓમાર શરીફથી ખાસ્સા ઇન્સ્પાયર્ડ હતા તો તો પોતાનું નામ ઓમાર રાખ્યું. એકવાર કોલેજમાં તેમનું આઇડી કાર્ડ પડી ગયું અને તેમાં સાચું નામ લખ્યું હતું. આઇડી કાર્ડ જોયા બાદ કોલેજ સ્ટૂડન્ટ શશીધરને મોહમ્મદને 'મામૂટી' કહીને બોલાવ્યા. શશીધર મૂળ કેરલમના એડાવનક્કાડના છે. શશીધરે મામૂટી નામ પાડ્યા બાદ મોહમ્મદ આ જ નામથી લોકપ્રિય બન્યા. 2005માં એક ઇવેન્ટમાં મામૂટીએ શશીધરની દુનિયા સમક્ષ ગર્વ સાથે ઇન્ટ્રોડ્યૂસ પણ કર્યો હતો. જે અવાજ રિજેક્ટ થયો એ જ ઓળખ બન્યો શરૂઆતમાં મોહમ્મદે અનેક રિજેક્શનનો સામનો કર્યો. એક સમયે મોહમ્મદને અવાજને કારણે રિજેક્ટ કરવામાં આવતા, આજે એ જ અવાજ તેમની ઓળખ બન્યો છે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ડિરેક્ટર્સને મોહમ્મદનો ચહેરો હીરો જેવો લાગતો નહોતો અને રિજેક્ટ કરતા. 1973માં 'કાલચક્રમ'માં મોહમ્મદને નાવિકનો રોલ મળ્યો. આ ફિલ્મમાં તેમણે પોતાનો પહેલો સંવાદ બોલ્યો હતો. બે વર્ષ બાદ 1975માં નાટક 'સાબરમતી'માં કામ કર્યું. આ દરમિયાન મોહમ્મદ મિત્રો ને ફિલ્મમાં મામૂટીથી લોકપ્રિય બન્યા. મહત્ત્વનો રોલ મળ્યો પણ પૈસાને કારણે ફિલ્મ બંધ પડી 1976માં ગ્રેજ્યુએશન થયા બાદ મામૂટીએ વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. ત્રણ વર્ષ સુધી તેમણે ફિલ્મ પ્રત્યે ખાસ રુચિ બતાવી નહીં. કારણ કે એક્ટિંગમાં તેમને ખાસ સફળતા મળી નહોતી. આ દરમિયાન મામૂટી ડિરેક્ટર એમ. ટી. વાસુદેવન નાયરને મળ્યા. તેમણે ફિલ્મ 'દેવલોકમ'માં મામૂટીને મહત્ત્વનો રોલ આપ્યો. જોકે, મામૂટીનું નસીબ બે ડગલાં આગળ જ ચાલતું હતું, નાણાકીય મુશ્કેલીઓ સર્જતા કાસ્ટ એન્ડ ક્રૂ ને પ્રોડ્યુસર વચ્ચે વિખવાદ ઊભો થયો હતો. ફિલ્મનું 50% શૂટિંગ પૂરું થઈ ગયું હતું, પરંતુ પૈસાને કારણે આ ફિલ્મનું શૂટિંગ ના થયું ને અંતે આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હતી. ડિરેક્ટરે નામ બદલ્યું, પણ અંતે તો મામૂટી જ રાખ્યું વાસુદેવને પછી 'વિલ્કાનુંડુ સ્વેપનંગલ'માં મામૂટીને નાનકડો રોલ આપ્યો. ફિલ્મના શૂટિંગ દરમિયાન મામૂટી ડિરેક્ટર શ્રીનિવાસનની નિકટ આવ્યા. શ્રીનિવાસનના ખાસ મિત્ર કે. જી. જ્યોર્જ પોતાની ફિલ્મ 'મેલા' માટે ન્યૂકમરની શોધમાં હતા. આ ફિલ્મમાં મોટરસાયકલ પરથી જમ્પ મારીને સ્ટંટ સીન્સ કરવાના હતા. શ્રીનિવાસને જ કે. જી. જ્યોર્જને મામૂટીના નામની ભલામણ કરી. કે. જી. જ્યોર્જે 'મેલા'માં મામૂટીને મહત્ત્વનો રોલ આપ્યો. ત્યારબાદ પી.જી. વિશ્વભરને ફિલ્મ 'સ્ફોટનમ'માં કામ આપ્યું પણ ડિરેક્ટરને લાગ્યું કે મામૂટી નામ બરોબર નથી. આ જ કારણે તેમણે નામ બદલીને સજીન કર્યું. જોકે, પછી તો મોહમ્મદે મામૂટી નામ જ સ્ક્રીનનેમ તરીકે રાખ્યું. લીડ રોલ મળ્યો, એક પછી એક ફ્લોપ આપી 1981માં જ મામૂટીને ફિલ્મ 'ત્રિશના'માં પહેલી જ વાર લીડ હીરોનો રોલ મળ્યો. કરિયરની શરૂઆતના વર્ષોમાં મામૂટીએ સપોર્ટિંગ રોલ વધારે પ્લે કર્યા હતા. 90નાદાયકામાં મામૂટીની એક પછી એક ફિલ્મ ફ્લોપ જતી હતી આ સમયે ટીકાકારોએ કહેવાનું શરૂ કરી દીધું કે મામૂટીની કરિયર હવે પતી ગઈ છે. હવે મામૂટી ફિલ્મમાં ચાલશે નહીં. ત્યારે જ 1987માં મામૂટીની ફિલ્મ 'ન્યૂ દિલ્હી' આવી. આ ફિલ્મ મામૂટીની કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. ફિલ્મે બોક્સ ઑફિસ પરની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મથી જ મામૂટી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 'મેગાસ્ટાર' બનીને ઊભરી આવ્યા. ત્યારબાદ મામૂટીએ એકથી ચઢિયાતી એક ફિલ્મમાં કામ કર્યું. મામૂટીએ તમિળ, તેલુગુ, કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. મામૂટી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેગાસ્ટાર તરીકે લોકપ્રિય છે. મેગાસ્ટાર નામ મામૂટીને ભારતમાંથી નહીં, પરંતુ દુબઈમાં મળ્યું છે. 1987માં દુબઈ સ્થિત એક ઇવેન્ટમાં મામૂટી ગયા હતા. ત્યાં ઉમટેલી ભીડને જોઈને દુબઈ મીડિયાએ આર્ટિકલ્સમાં મામૂટીને મેગાસ્ટાર મામૂટી સાથે હેડલાઇન છાપી હતી. આ જ કારણે પછી મામૂટી ભારતમાં પણ મેગાસ્ટારના નામથી લોકપ્રિય થયા. 400થી વધુ ફિલ્મ્સ કરી મામૂટીએ અંદાજે અલગ-અલગ ભાષાની 425 જેટલી ફિલ્મ્સ કરી છે અને તેમાં 160થી પણ વધુ ફિલ્મ સુપરડુપર હિટ રહી છે. પાંચ દાયકાની લાંબી કરિયરમાં તેમણે 17 જેટલી ફિલ્મમાં ડબલ રોલ પ્લે કર્યો છે. મલયાલમ એક્ટર પ્રેમ નઝીરે 39 ફિલ્મમાં ડબલ રોલ પ્લે કર્યો હતો. ભારતમાં ફિલ્મ ફ્રેન્ચાઇઝી શરૂ કરનારા મામૂટી પહેલા ઇન્ડિયન એક્ટર છે. તેમણે ફિલ્મ 'CBI સિરીઝ'માં CBI ઑફિસર સેથુરામ ઐયરનો રોલ ચારેય સિરીઝમાં નિભાવ્યો હતો. આ ચારેય ફિલ્મના ડિરેક્ટર તથા સ્ક્રિપ્ટરાઇટર એક જ હતા. મામૂટીએ મલયાલમ એક્ટ્રેસ સીમા સાથે 38 ફિલ્મમાં કામ કર્યું છે, ત્યારબાદ એક્ટ્રેસ શોભના સાથે 33 ફિલ્મમાં કામ કર્યું. મામૂટીએ મલયાલમ સ્ટાર મોહનલાલ સાથે 51 જેટલી ફિલ્મમાં કામ કર્યું છે, જેમાંથી 14 જેટલી ફિલ્મ તો ડિરેક્ટર આઇ. વી. સસીની જ છે. હાલમાં મામૂટીની વર્ષે 3-4 ફિલ્મ રિલીઝ થતી, પરંતુ એક સમયે મામૂટીની મહિને 2-3 ફિલ્મ રિલીઝ થતી હતી. એક્ટિંગ સિવાય અલગ-અલગ કંપનીઓના માલિક 80ના દાયકામાં મામૂટીએ પ્રોડક્શન કંપની 'કેસીનો' એક્ટર મોહનલાલ, ડિરેક્ટર આઇ. વી. સાસી, એક્ટ્રેસ સીમા તથા સેન્ચ્યુરી કોચુમોન સાથે શરૂ કરી. આ બેનર હેઠળ તેમણે 'નાડુડીક્કટ્ટુ' (1987), 'ગાંધીનગર 2nd સ્ટ્રીટ' (1986), 'આદિયોઝુક્કુકલ' અને 'કરીમ્પિન પૂવિનાક્કરે' જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. મામૂટીએ પછી ટેલિવિઝન પ્રોડક્શન કંપની 'મેગાબાઇટ્સ' હેઠળ સિરિયલ 'જ્વાલાયાય' પ્રોડ્યુસ કરી. મામૂટી 'મામૂટી ટેક્નોટેઇનમેન્ટ' નામથી ડિસ્ટ્રીબ્યૂશન કંપની પણ ધરાવે છે. આ કંપની મલયાલમ ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યૂશનનું કામ જુએ છે. 2009થી મામૂટીએ 'પ્લેહાઉસ' નામથી અલગ ડિસ્ટ્રીબ્યૂશન કંપની ઊભી કરી છે. 2010થી મામૂટી 'મલયાલમ કમ્યુનિકેશન્સ'ના ચેરમેન છે. આ કંપની મલાયલમમાં વિવિધ ચેનલ ચલાવે છે. 2021માં મામૂટીએ 'મામૂટી કંપની' કરીને પ્રોડક્શન કંપની શરૂ કરી. આ બેનર હેઠળ 'રોરશાક' તથા 'નાનપાકલ નેરાથુ માયાક્કમ' જેવી બે ફિલ્મ બનાવી. રાજકારણમાં જવાની ઈચ્છા નથી સામન્ય રીતે સાઉથ ઇન્ડિયન સ્ટાર્સને સફળતા મળ્યા બાદ મોટાભાગે તેઓ કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાતા હોય છે અથવા તો પોતાની અલગ પાર્ટી બનાવતા હોય છે. મામૂટી આ બધાથી અલગ છે. મામૂટીને રાજકારણમાં જવાની સહેજ પણ ઈચ્છા નથી. 2007માં મામૂટીએ પોતાની પહેલી બુક 'કાઝચાપાડુ' રિલીઝ કરી હતી. મામૂટી ખાસ્સા વર્ષોથી મલયાલમના અલગ-અલગ પબ્લિકેશનમાં ટૂંકો નિબંધ લખતા હોય છે. આ બુકમાં અત્યાર સુધી પબ્લિશ્ડ આર્ટિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ વર્ષે મામૂટી તથા દુબઈ સ્થિત બિઝનેસમેન એમ. એ યુસુફ અલીએ દુબઈ ઇન્ટરનેટ સિટી ઑફિશિયલ્સ સાથે મળીને કોચ્ચીને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. 2021માં મામૂટીને UAEના ગોલ્ડન વિઝા મળ્યા હતા. માત્ર એક્ટિંગ નહીં, સમાજસેવામાં પણ આગળ મામૂટી કેરલમની પેઇન એન્ડ પૅલિઅટિવ કેર સોસિયાટી ચલાવે છે. આ ઓર્ગેનાઇઝેશન એડવાન્સ સ્ટેજના કેન્સરના દર્દીઓની સારવાર કરે છે. આ ઉપરાંત તેઓ કેર એન્ડ શૅર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ચલાવે છે, જે સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. આટલું જ નહીં, આ ફાઉન્ડેશન હૃદય સ્પર્શમ પ્રોજેક્ટ હેઠળ જરૂરિયામંદ બાળકોની હાર્ટ સર્જરી પણ કરે છે. આ પ્રોજેક્ટ માટે મામૂટીએ એક જ દિવસમાં એક કરોડ રૂપિયા આપ્યા હતા. મામૂટી રાજ્ય સરકારની વિવિધ ચેરિટી સ્કીમને પ્રમોટ કરતા હોય છે. ઓગસ્ટ, 2014માં મામૂટીએ આઇસ બકેટ ચેલેન્જની સામે માય ટ્રી ચેલેન્જ શરૂ કરી હતી. આ ચેલેન્જ પાછળનો હેતુ વ્યક્તિ પોતાની આસપાસ એક છોડ વાવે તે હતો. મામૂટીની ચેલેન્જ પછી બિઝનેસમેન એબ્દુલ મનાફ, ટ્રાવેલ ફોટોગ્રાફર ઇમ્તિહાસ કાદીર, મોહનલાલ તથા શાહરુખ ખાને સ્વીકારી હતી. 1979માં મામૂટીએ સુલ્ફાત સાથે એરેન્જ મેરેજ કર્યા. જ્યારે મામૂટીના લગ્ન થયા ત્યારે તેઓ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલર તરીકે કામ કરતા હતા. તેમને ધીમે ધીમે સફળતા મળી હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ દીકરી સુરુમીનો જન્મ થયો ને એક વર્ષ બાદ દીકરો દુલકર સલમાન જન્મ્યો. દીકરી સુરુમીએ ચેન્નઇની સ્ટેલા મેરિસ કોલેજમાંથી ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ લંડનની ચેલ્સી કોલેજ ઑફ આર્ટ્સમાંથી માસ્ટર્સ ઇન ફાઇન આર્ટ્સ કર્યું. સુરુમી પોતાના પેઇન્ટિંગ્સના એક્ઝિબિશનમાંથી મળેલા રૂપિયા જરૂરિયાતમંદ પાછળ ખર્ચે છે. સુરુમીએ જાણીતા હાર્ટ સર્જન ડૉ. મોહમ્મદ રેહાન સઇદ સાથે લગ્ન કર્યા છે. દીકરો દુલકર સલમાન પિતાની જેમ જ હીરો છે. દુલકર સલમાને અમાલ સુફિયા સાથે લગ્ન કર્યા છે. અમાલ આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અમાલના પિતા સૈયદ નિઝામુદ્દીન જાણીતા ઉદ્યોગપતિ છે. તેમને દીકરી મરિયમ છે. મામૂટીની દરેક કારનો નંબર 369 કેમ? મામૂટીના કાર કલેક્શનની જ્યારે પણ વાત ત્યારે એમ કહેવાય છે કે તેમની પાસે અંદાજે 369 કાર છે. જોકે, આ વાત સાચી નથી. મામૂટી પાસે આટલી મોટી સંખ્યામાં કાર નથી, પરંતુ તેમની દરેક કારના નંબરમાં 369 અચૂકથી હોય છે. મામૂટી કરિયરની શરૂઆતમાં પોતાની પાસે એક બ્રીફકેસ રાખતા હતા. આ બ્રીફકેસનો લૉક કોડ 369 હતો. કરિયરમાં જેમ જેમ સફળતા મળતી ગઈ તો તેમને લાગ્યું કે લૉક કોડનો નંબર 369 તેમના માટે ઘણો જ લકી છે. આ નંબર 3ના મલ્ટીપલમાં આવે છે. આ જ કારણે પછી મામૂટીએ જે પણ કાર ખરીદી, તેમાં 369 નંબર હોય જ છે. મામૂટી આજે પણ અવારનવાર પોતાની કાર જાતે ચલાવતા જોવા મળે છે. દુબઈમાં જાતે કાર ચલાવીને લાઇન્સન્સ લીધું મામૂટી દુબઈ ગયા હતા અને ત્યાંના ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ટેસ્ટ આપવા ગયા તો ઑફિસર તરત જ ઓળખી ગયા. ઑફિસરે લાઇસન્સ માટે ટેસ્ટ ના આપવાની વાત કરી, પરંતુ મામૂટીએ ટેસ્ટનો આગ્રહ રાખ્યો હતો. ઑફિસરે મામૂટીની ડ્રાઇવિંગ સ્કીલથી એ હદે ઇમ્પ્રેસ થયા કે સિંગલ ટ્રાયલમાં જ લાઇસન્સ આપી દીધું હતું. મામૂટીએ જીવનમાં પહેલ વહેલી કાર મારૂતિ 800 ખરીદી હતી. ઘણી ફિલ્મમાં મામૂટીએ પોતાની મારૂતિ 800 કાર જાતે ચલાવી છે. મામૂટીને મારૂતિ પ્રત્યે એટલો લગાવ છે કે આજે પણ તેમના ગેરાજમાં 3 મારુતિ કાર છે. મામૂટીને કાર ઘણો જ શોખ છે, તેમના ગેરેજમાં જગુઆર, ઑડી, BMW, ફરારી, પોર્શે, ફોક્સવેગન, મર્સિડિઝ, લેન્ડ રોવર, લેન્ડ ક્રૂઝર, ફોર્ચ્યુનર, મિની કપૂર, આઇશર કૈરવાન જેવી કાર જોવા મળે છે. 14 ડિસેમ્બર, 1983ના રોજ દિલ્હીના હરપાલ સિંહને ભારતમાં બનેલી સૌ પહેલી મારુતિ 800ની ચાવી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આપી હતી. હરપાલ તથા તેમના પત્નીના અવસાન બાદ આ કાર દિલ્હીમાં તેમના ઘરની બહાર ખરાબ અવસ્થામાં પડી હતી. ભંગાર થઈ જતી આ કાર અંગેની માહિતી જ્યારે મામૂટીને મીડિયાના માધ્યમથી મળી તો તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે તરત જ મારુતિ કંપની તથા હરપાલ સિંહના પરિવારનો સંપર્ક કરીને કહ્યું હતું કે તેઓ આ કાર ખરીદવા ઉત્સુક છે. તેઓ પોતાના માટે નહીં, પરંતુ દેશની આગામી પેઢી માટે આ કારને સંભાળીને રાખવ માગે છે. આગામી પેઢી જોઈ શકે કે ભારતની પ્રગતિની શરૂઆત આ કારથી થઈ હતી. આ કાર નથી, પરંતુ ચાર પૈડાનો ચમત્કાર છે. આ કારે ભારતની સામાન્ય જનતાને કારનું સપનું બતાવ્યું અને આ કાર પોતાનામાં જ સુપરસ્ટાર હતી. કેરલમમાં 'સાઉથના અંબાણી' તરીકે લોકપ્રિય મામૂટી કેરલમમાં અંબાણી તરીકે લોકપ્રિય છે. તેમની પાસે કાર્સનું શાનદાર કલેક્શન છે. જે રીતે મુકેશ અંબાણીના એન્ટિલિયામાં જે રીતે કારનો કાફલો હોય છે, તે જ રીતે મામૂટીના ગેરેજમાં એકથી ચઢિયાતી એક કાર છે. પાંચ દાયકાની કરિયરમાં મામૂટીએ એક્ટિંગ ઉપરાંત અલગ-અલગ બિઝનેસમાંથી કમાણી કરી છે. આ ઉપરાંત કોચ્ચીમાં લૅવિશ બંગલો છે, જેમાં હોમ થિયેટરથી લઈને મોટી લાઇબ્રેરી પણ છે. આ ઘર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. કેરલમ ઉપરાંત દુબઈ, મુંબઈ, બેંગલુરુમાં પણ મામૂટીની કમર્શિયલ ને રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે. મામૂટીને કાર ઉપરાંત ફોટોગ્રાફીનો ઘણો જ શોખ છે. તેમની પાસે દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડેડ પ્રોફેશનલ કેમેરા લેન્સ, હાઇ એન્ડ ડ્રોન, લક્ઝરી સ્માર્ટફોન છે. વિવાદ સાથે પણ મામૂટીનું નામ જોડાયું છે મોહનલાલે મામૂટી માટે પ્રાર્થના કરી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મામૂટી ને મોહનલાલ ખાસ મિત્રો છે. માર્ચ, 2025માં મોહનલાલે મલયાલમ સ્ટાર મામૂટી માટે સબરીમાલા મંદિરમાં પ્રાર્થના ને પૂજા-અર્ચના કરી હતી. આ પૂજા-અર્ચનાની રિસીપ્ટ વાઇરલ થઈ હતી. રિસીપ્ટમાં મામૂટીનું સાચું નામ મોહમ્મદ કુટ્ટી તથા જન્મ સમયનું નક્ષત્ર વિશાખા લખ્યું હતું. મામૂટીની એ સમયે તબિયત ખરાબ હતી અને તે જ કારણે ખાસ મિત્ર મોહનલાલે પ્રાર્થના કરી હતી અને ખાસ્સો વિવાદ થયો હતો. મામૂટી મુસ્લિમ હોવાને કારણે હિંદુ મંદિરમાં પ્રાર્થના કરતાં વિવાદ થયો હતો અને અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો અને મોહનલાલને માફી માગવાનું કહ્યું હતું, જોકે જાવેદ અખ્તરથી લઈને અનેક નેતાઓએ મોહનલાલને સપોર્ટ કર્યો હતો. વિવાદ વધતા મોહનલાલે ચોખવટ કરતા કહ્યું હતું, 'આ પ્રાર્થના મામૂટી જલ્દીથી ઠીક થઈ જાય તે માટે કરવામાં આવી હતી. આ મિત્રતા હતી. મેં માત્ર સબરીમાલામાં જ નહીં, અનેક દેવસ્થાનોમાં પ્રાર્થના કરી છે.' વાયનાડમાં ભૂસ્ખલન પીડિતો માટે તાત્કાલિક એક ટાઉનશિપ ઊભી કરવામાં આવી હતી. મામૂટી જ્યારે આ ટાઉનશિપની મુલાકાતે ગયા ત્યારે CPI (M)ના સ્થાનિક નેતાને ત્યાંથી હટી જવાનું કહ્યું હતું. આ વાતનો વિપક્ષોએ ઘણો જ વિરોધ કર્યો હતો. વિપક્ષનું કહેવું હતું કે મામૂટીની લોકપ્રિયતાનો લાભ મેળવવા CPI (M)ના સ્થાનિક નેતા ત્યાં ગયા હતા. આ પોલિટિકલ મુલાકાત પણ નહોતી. અંતે વિવાદ વધતા કેરલમના મુખ્યમંત્રીએ માફી માગી હતી. વર્ષ 2022માં આવેલી ફિલ્મ 'પુઝુ'નો વિરોધ 2024માં થયો હતો. ફિલ્મમાં મામૂટીએ ઉચ્ચ જ્ઞાતિના નેગેટિવ પોલીસ ઑફિસરનો રોલ પ્લે કર્યો હતો. સો.મીડિયામાં હિંદુ સંગઠનોએ મામૂટીને હિંદુ વિરોધ ગણાવ્યા હતા. આ ઉપરાંત તે મુસ્લિમ હોવાથી હિંદુ પ્રત્યે હીન ભાવના રાખીને આ રીતનો રોલ કર્યો હોવાનું ચર્ચાયું હતું. જોકે, કેરલમની તમામ રાજકીય પાર્ટી ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મામૂટીને સાથ આપ્યો હતો. 2024માં હેમા કમિટીના રિપોર્ટ બાદ AMMA (એસોસિયેશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સ)ની આખી કમિટીએ રિઝાઇન આપ્યું હતું. ઇન્ડસ્ટ્રીના સિનિયર એક્ટર હોવા છતાં મામૂટીએ મૌન રાખ્યું હતું. તેમના મૌનનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, થોડા સમય બાદ તેમણે એવું કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાવર ગ્રૂપ નથી. કાયદો પોતાનું કામ કરશે. ઇન્ડસ્ટ્રીમાં અભિમાની તરીકે જાણીતા કરિયરની શરૂઆતના દિવસોમાં મામૂટી પોતાના ગુસ્સા ને કડક સ્વભાવને કારણે અભિમાની કહેવાતા. મામૂટીના ખાસ મિત્ર મણિયનપિલ્લા રાજુએ એક્ટરનો પક્ષ લેતા કહ્યું હતું કે તેઓ અભિમાની નથી, પરંતુ અજાણી વ્યક્તિઓથી બચવા જેમ શાહુડી પોતાના શરીરના કાંટાનો ઉપયોગ કરે એ રીતે મામૂટી પોતાનો કડક સ્વભાવ બતાવે છે. એકવાર વ્યક્તિ તેમની નિકટ આવે અથવા ઓળખી લે પછી તેને મામૂટી અભિમાની લાગશે નહીં. મામૂટી સેટ પર ડિસિપ્લિનમાં માને છે. જો સેટ પર કોઈ ટાઇમસર ના આવે અથવા તો પોતાના કામને સિરિયસલી ના લે તો મામૂટી ગુસ્સે થઈ જાય છે. શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીના લોકો મામૂટીની ડિસિપ્લિનને અભિમાન સમજી જતા. ડિરેક્ટર લિંગુસામી સહિતના અનેક દિગ્ગજ ડિરેક્ટર્સે પણ સ્વીકાર્યું છે કે મામૂટીનો ગુસ્સો ક્ષણિક જ હોય છે. 1998માં હિંદુ-મુસ્લિમ પ્રમાણે ક્લાઇમેક્સ રાખતા 1 લાખના વળતરની માગણી કરી 1998માં મલયાલમ ફિલ્મ 'હરિક્રિશ્નન્સ'માં મોહનલાલ ને મામૂટી હતા. ફિલ્મમાં બે અલગ-અલગ ક્લાઇમેક્સ બતાવવામાં આવ્યા હતા. હિંદુ બહુમતી વિસ્તારમાં ક્લાઇમેક્સમાં જૂહી ચાવલા, મોહનલાલને મળે છે, જ્યારે મુસ્લિમ વિસ્તારમાં મામૂટીને મળે છે. ડિરેક્ટર્સે અલગ-અલગ ક્લાઇમેક્સ બનાવ્યા, પરંતુ તેમાંથી એક ક્લાઇમેક્સ સેન્સરબોર્ડમાં પાસ કરાવ્યો નહોતો. આ ઉપરાંત એક દર્શકે કન્ઝ્યુમર કોર્ટમાં એક લાખનો દાવો પણ કર્યો હતો. 75ની ઉંમરે પણ 40ના લાગે મામૂટી 75ની ઉંમરે પણ 40 વર્ષના યંગ લાગે છે. આ પાછળ તેમનું સ્ટ્રિક્ટ ડાયટ ને વર્કઆઉટ જવાબદાર છે. મામૂટી ક્યારેય પેટ ભરીને જમતા નથી. તેઓ હંમેશાં ભૂખ હોય તેનાથી અડધું જ જમે છે. તેઓ બપોરના સમયે ચોખા લેવાનું ટાળે છે. તેને બદલે ઓટ્સ ને બાજરી-જુવારનો ઉપયોગ વધારે કરે છે. તેમના ડેઇલી ડાયટમાં ઓટ્સ, એગ્સ વ્હાઇટ, પપૈયું, બદામ, ફિશ કરી, ચિકન કરી સામેલ છે. તેઓ જંકફૂડ, ઓઇલી ફૂડ ને શુગર પણ લેતા નથી. ડિનરમાં ઓટ્સ કે ઘઉંના 3 જ ઢોસા લેવાનું પસંદ કરે છે. સાંજે નાસ્તો કરવાને બદલે બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. કાર્ડિયો ને વેઇટ ટ્રેનિંગ રોજ કરે છે. પૂરતું પાણી ને આઠ કલાકની ફરજિયાત ઊંઘ લે છે. સેટ પર ઘરે બનાવેલું ભોજન જ લે છે, જેમાં હાઇ પ્રોટિન ને લો કાર્બ હોય છે.
    Click here to Read More
    Previous Article
    હત્યારા પ્રભાકરણને રાજીવ ગાંધીએ પોતે બુલેટપ્રૂફ જેકેટ આપ્યું હતું:સેનાના હેલિકોપ્ટરથી રીતે દિલ્હી પહોંચ્યો હતો, પુત્ર રાહુલના હાથે ભેટ અપાવી
    Next Article
    Did India Win By "Cheating" vs Japan? Ex-Star's Massive Verdict On Controversial Wide Call: "Even I Was Wrong"

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment