Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં:આર્બિટ્રેશનના આદેશ છતાં બાકી ભાડાના 3.68 કરોડ ન ચૂકવ્યાનો આક્ષેપ, એકેડેમિના MDએ કહ્યું- મામલાને વડોદરા કોર્ટમાં પડકાર્યો

    10 hours ago

    વડોદરા તાલુકાના સેવાસી નજીક અંપાડ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં આવી છે. કોર્ટના આદેશ બાદ પણ જગ્યાનું ભાડું ચૂકવી ન હોવાના આક્ષેપ સ્કૂલની જમીન માલિકોએ કર્યા છે. તો બીજી તરફ ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ MD પંકજ બિન્દ્રએ કહ્યું છે કે, અમે આ મામલાને વડોદરા કોર્ટમાં પડકાર્યો છે. જમીન માલિકો જે ચુકાદાની વાત કરે છે તે જૂનો છે. જમીન માલિકોએ શાળા પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને વિકાસ જવાબદારીઓમાં વિલંબ સાથે અવગણના કરી છે. જમીન માલિકોની શિક્ષણમંત્રી સુધી રજૂઆત જમીન માલિક રમેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આર્બિટ્રેશન સેન્ટર દ્વારા સ્કૂલ ટ્રસ્ટને 31 મે, 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરી જમીન માલિકોને કબ્જો સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેથી આ મામલે જમીન માલિકોએ શિક્ષણમંત્રી સુધી રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં આર્બિટ્રેશન પિટિશન દાખલ ટ્રસ્ટ અને જમીન માલિકો વચ્ચે થયેલા લીઝ એગ્રિમેન્ટ અનુસાર 29,543 સ્ક્વેર ફૂટના બિલ્ડિંગ એરિયા માટે દર મહિને જમીન અને બાંધકામનું ભાડું ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રસ્ટ દ્વારા સમયસર ભાડાની ચૂકવણી ન કરાતા તેમજ અન્ય નાણાકીય શરતોનું પાલન ન થતાં વર્ષ 2018થી જ જમીન માલિકો દ્વારા અનેક વખત કાનૂની નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં ટ્રસ્ટ તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી જમીન માલિકો ઉત્તમ પટેલ અને રમેશ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2023માં આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવી હતી. જમીન માલિકોને બાકી રકમ ચૂકવવામાં આવી નથી આર્બિટ્રેશન દરમિયાન બંને પક્ષોની દલીલો તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ બાદ ઓક્ટોબર 2025માં આર્બિટ્રેટરે જમીન માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદા મુજબ ટ્રસ્ટે 31 મે, 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરી શાંતિપૂર્ણ રીતે કબ્જો જમીન માલિકોને સોંપવાનો હતો. સાથે જ ટ્રસ્ટને રૂ.3,68,61,234ની બાકી ભાડાની રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. આ રકમ જજમેન્ટ બાદ 60 દિવસની અંદર ચૂકવવાની હતી. જોકે, આર્બિટ્રેટરના નિર્ણયને 7 મહિના જેટલો સમય વીતી જવા છતાં ટ્રસ્ટ દ્વારા ન તો જગ્યા ખાલી કરવામાં આવી છે અને ન તો જમીન માલિકોને કોઈ પ્રકારની બાકી રકમ ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. GDA સંસ્થા સાથે જોડાયેલી ગવર્નિંગ પ્રોજેક્ટ વ્યવસ્થાનો એક પક્ષ છે ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ MD પંકજ બિન્દ્રાના જણાવ્યા મુજબ ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંસ્થાના લાંબા ગાળાના શૈક્ષણિક મિશનના હિતમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, વડોદરાનું રક્ષણ, સમર્થન અને મજબૂતીકરણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. GDA સંસ્થા સાથે જોડાયેલી ગવર્નિંગ પ્રોજેક્ટ વ્યવસ્થાનો એક પક્ષ છે અને શાળાની સફળતા, સાતત્ય, વિકાસ અને સ્થિરતામાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટા, અપૂર્ણ નિવેદનોથી ગભરાય નહીં વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ જમીન માલિકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ખોટા, અપૂર્ણ અને દબાણ-લક્ષી જાહેર નિવેદનોથી ગભરાય નહીં અથવા ગેરમાર્ગે ન દોરાય. શાળા સામાન્ય રીતે કાર્યરત છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે, અને શાળાના સંચાલન પર કોઈ કોર્ટ સ્ટે અથવા પ્રતિબંધ નથી. માળખાગત સુવિધાઓ અને વિકાસ જવાબદારીઓમાં વિલંબ વર્ષો સુધી, જમીન માલિકોએ શાળા પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને વિકાસ જવાબદારીઓમાં વિલંબ, અવગણના કરી છે. આવા વર્તનને કારણે, GDA અને સંલગ્ન એક્ઝિક્યુટિંગ એજન્સીઓએ સંસ્થાનું રક્ષણ કરવા અને અવિરત શૈક્ષણિક સાતત્ય સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર ખર્ચ અને પ્રયત્નો સાથે સ્વતંત્ર રીતે કોન્ટ્રાક્ટરો, સલાહકારો, સંચાલન સહાય, માળખાગત સુવિધા અમલીકરણ, પાલન કાર્ય, જાળવણી સહાય અને સંસ્થાકીય તૈયારીની વ્યવસ્થા કરવી પડી છે. આર્બિટ્રેશન એવોર્ડને જિલ્લા અદાલત, વડોદરા સમક્ષ પડકાર્યો જમીન માલિકો એ હકીકતને પણ દબાવી રહ્યા છે કે, 4 ઓક્ટોબર 2025ના રોજના આર્બિટ્રેશન એવોર્ડને અમે જિલ્લા અદાલત, વડોદરા સમક્ષ પડકાર્યો છે અને આ મામલો હાલમાં કોર્ટમાં છે. કાર્યવાહી સક્ષમ અદાલત સમક્ષ નિર્ણય માટે પેન્ડિંગ છે. તેથી, મામલો પૂરો થઈ ગયો હોવાની ભ્રામક છાપ જમીન માલિકો દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી કલ્યાણ અથવા શૈક્ષણિક સાતત્ય સાથે સંબંધિત ન હોય તેવા હેતુઓ માટે માતાપિતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને હિસ્સેદારોમાં ગભરાટ ફેલાવવાના આ વારંવારના પ્રયાસોની GDA નિંદા કરે છે. જમીન માલિકો દ્વારા અપનાવવામાં આવેલા ખોટા વર્તન, ભંગ અને દબાણ યુક્તિઓ સામે તમામ યોગ્ય કાનૂની ઉપાયો અપનાવવાનું ચાલુ રાખીશું. ઓર્ડર અત્યારે 'અંડર ચેલેન્જ' છે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. મૃણાલી મેકવાનને જણાવ્યું હતું કે, અમારો પક્ષ બહુ સ્પષ્ટ છે. સામે પક્ષ દ્વારા 31 મે સુધીમાં જગ્યા ખાલી કરવા અંગે જે ઓર્ડરની વાત કરવામાં આવી રહી છે, તે ઓર્ડરને અમે ઓલરેડી વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેલેન્જ કરેલો છે. એટલે કે એ ઓર્ડર અત્યારે 'અંડર ચેલેન્જ' છે.
    Click here to Read More
    Previous Article
    BPL સીઝન-2માં એલેમ્બિક વોરિયર્સનો સતત બીજો વિજય:ધ્રુવ પટેલે 49 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ્સ રમી, IPLની 4 ટીમ CSK, DC, RCB અને KKRના સ્કાઉટ્સે ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી
    Next Article
    Jammu Kashmir Weather News | કિશ્તવાડા જિલ્લામાં 2 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના | Cloud Burst News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment