Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં 367 બાળકોનો શાળા પ્રવેશ: કેરીના છોડ અપાયા:ડેપ્યુટી સેક્રેટરી જાગૃતિ સુથારે પ્રવેશ કરાવ્યો, દીકરીઓના 100% નામાંકનની અપીલ

    10 hours ago

    રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ધરમપુર તાલુકાની ત્રણ શાળાઓમાં કુલ 367 બાળકોને પ્રવેશ અપાયો હતો. ગુજરાત સરકારના નાણાં વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જાગૃતિ ડી. સુથારના હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ સાથે કેરીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સેક્રેટરી જાગૃતિ સુથારે પીએમશ્રી બિલપુડી પ્રાથમિક શાળામાં 15, વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળામાં 60 અને શ્રી અખંડ આરણ્યક ઉચ્ચ બુનિયાદી અને ઉચ્ચ માધ્યમિક શાળા, બરૂમાળ ખાતે 292 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં જાગૃતિ સુથારે ત્રણેય શાળાઓના કેમ્પસ, વિદ્યાર્થીઓની સંખ્યા, શૈક્ષણિક પ્રગતિ દર અને ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી, જેના પરિણામે આજે દીકરીઓનું શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સશક્તિકરણ થયું છે. તેમણે વાલીઓને દીકરીઓનું 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવા અને તેમને ઉચ્ચ શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાજીયા વિસર્જન પૂર્વે CPનું સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ:વડોદરામાં 178 તાજીયાઓના વિસર્જન માટે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત
    Next Article
    ‘How could simple request cost his life?’ Family mourns 22-year-old killed in Mumbai local

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment