Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સૌથી વધુ 3.66 ઈંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યાં:ધોલેરામાં પણ શરૂ, 48 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે; ભારેથી અતિભારે વરસાદની આગાહી

    14 hours ago

    ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ, આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું. મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભુક્કા કાઢે તેવી શક્યતા છે. આવતીકાલ (1 જુલાઈ)થી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીમાં 3.66 ઇંચ વરસાદથી કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને સામાન પલળી ગયો હતો. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે.શરૂઆતના જ વરસાદમાં સ્માર્ટ સિટી સુરતના અનેક ગરનાળા, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરત ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના અને તાપી સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ પણ વાંચો... નવસારીમાં પ્રથમ વરસાદથી જ જળબંબાકાર, MLAના ઘર પાસે ટેમ્પો ખૂપી ગયો સુરત જળબંબાકાર: આખેઆખો 400 મીટરનો રોડ જમીનમાં ધસી પડ્યો, શહેરમાં ઘૂંટણસમા પાણી સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ માત્ર 4 ઇંચ જેટલા વરસાદ ખાબકતાં મનપાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે. મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં જ બનેલો આખેઆખો 400 મીટરનો રોડ જમીનમાં ધસી પડ્યો હતો, જ્યાં રસ્તા પર પડેલા ભયાનક ભુવામાં એક ચાલુ કાર અને ત્યારબાદ સમારકામ માટે આવેલી પાલિકાની જ મોટી ટ્રક ગરકાવ થઈ ગઈ હતી. આ ઉપરાંત કતારગામ, ઉધના અને પર્વત પાટિયા જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં હજારો નોકરીયાતો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા હતા. ભારે વરસાદ અને મીઠી ખાડીના પાણી બેક મારવાને કારણે ભગવાન મહાવીર યુનિવર્સિટી અને સરસ્વતી વિદ્યાલય જેવા શૈક્ષણિક કેમ્પસોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં માસૂમ વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યના વરસાદની તસવીરો… આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસવાની શક્યતા છે. 1 અને 2 જુલાઈ માટે આગાહી 1 અને 2 જુલાઈ માટેની આગાહીમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 અને 4 જુલાઈ માટે આગાહી 3 અને 4 જુલાઈ માટે રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, સુરત, નવસારી અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા અને છોટાઉદેપુર માં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ હવામાન વિભાગના મતે આ વર્ષે રાજ્યમાં જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી 19.9 mm વરસાદ થયો છે, જે સામાન્ય રીતે 110.8 mm હોવો જોઈએ. એટલે કે અત્યારની સ્થિતિ મુજબ વરસાદમાં 82% ની ઘટ છે. છેલ્લા 5 વર્ષના ડેટા પર નજર કરીએ તો, 2021 અને 2022વર્ષોમાં ઓછો વરસાદ હતો. 2021ના જૂન મહિનામાં 98 mm વરસાદ થયો હતો. જે સામાન્ય કરતાં 13% ઓછો હતો.2022માં 51.5 mm વરસાદ થયો હતો. જે સામાન્ય કરતાં 54% ઓછો હતો. 2023જૂન મહિનામાં 229.2 mm વરસાદ થયો હતો, જે સામાન્ય કરતાં 107% વધુ હતો. 2024 જૂન મહિનામાં ઓછો વરસાદ થયો હતો. જેમાં 77.1 mm વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 30% ઓછો હતો. 2025ના વર્ષે ફરી સારો વરસાદ થયો હતો. જૂન મહિનામાં 238.7 mm વરસાદ થયો હતો, જે સામાન્ય કરતાં 115% વધુ હતો. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 19.9 mm વરસાદ સાથે 82% ની ઘટ ચાલી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Expert Explains | How displacement shaped rebellion and remembrance in the Santal community
    Next Article
    राम मंदिर में चढ़ावा चोरी के मामले पर कारसेवक संतोष दुबे ने CM योगी आदित्यनाथ को लेकर क्या कहा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment