Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં વીજળીની સ્થિતિને લઈ મુખ્યમંત્રીની ઉર્જા વિભાગ સાથે બેઠક:ગુજરાતમાં વીજળીની માંગમાં 36.6%નો ઉછાળો, 2031ની જરુરિયાતને ધ્યાન પર રાખી વધારાની 5000 મેગાવોટ વીજળીની માગ

    10 hours ago

    ગુજરાતમાં વીજળીની વધતી માગ વચ્ચે રાજ્ય સરકારે હાલનો પુરવઠો જાળવવા અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે કવાયત તેજ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વીજળીની ઉપલબ્ધતા, કોલસાના પુરવઠા, સોલાર ઊર્જાના ઉપયોગ અને નવા વીજ ઉત્પાદન પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં 16 ઓક્ટોબરે અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષ 2031-32ની જરૂરિયાત માટે કેન્દ્ર સરકાર પાસે વધુ 5000 મેગાવોટથી વધુ વીજળીની ફાળવણીની માગ કરવામાં આવી છે. બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. એક વર્ષમાં વીજ માગમાં 36.6%નો વધારો ઊર્જા વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, 16 ઓક્ટોબર, 2026ના રોજ રાજ્યમાં વીજ માગ 29,822 મેગાવોટ નોંધાઈ હતી. ગત વર્ષના ઓક્ટોબરમાં નોંધાયેલી 21,822 મેગાવોટની માગની સરખામણીએ આ વધારો 36.6% જેટલો છે. આ જ દિવસે રાજ્યનો દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, જે ગત વર્ષના ઓક્ટોબરના 457 મિલિયન યુનિટની સરખામણીએ આશરે 27% વધુ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન પણ વીજ માગમાં આશરે 4,000 મેગાવોટનો વધારો નોંધાયો છે. નબળા ચોમાસા બાદ ઊંચું તાપમાન, ઠંડકનાં સાધનોનો વધેલો ઉપયોગ, ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની જરૂરિયાત અને દિવાળીના તહેવારો પહેલાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં આવેલી તેજી તેના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યાં છે. કૃષિ ક્ષેત્રનો વીજભાર દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી પહોંચ્યો છે. કોલસાના રોજના 13થી 14 રેક મળશે વીજ ઉત્પાદન માટે કોલસાનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન વધાર્યું છે. ઊર્જા વિભાગના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી દરરોજ 10થી 11 રેલવે રેક અને નવેમ્બરથી દરરોજ 13થી 14 રેક કોલસો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. રાજ્યનાં વીજ મથકોમાં ઉપલબ્ધ કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે પણ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર મહિના માટે 329 મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આસામના કેન્દ્ર સરકારના વીજ ઉત્પાદનના હિસ્સામાંથી લાંબા ગાળા માટે 551 મેગાવોટ વીજળી મળી છે. NTPCના બાઢ-1 અને દાદરી-1 થર્મલ પાવર સ્ટેશનમાંથી મળતી કુલ 716 મેગાવોટ વીજળીના કરારની મુદત એક વર્ષ વધારીને માર્ચ 2028 સુધી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અન-એલોકેટેડ વીજ હિસ્સામાંથી વધુ 500 મેગાવોટ વીજળીની ફાળવણીની પણ માગ કરાઈ છે. સાંજના પીક અવર્સ માટે બેટરી સ્ટોરેજ પર ભાર રાજ્યમાં આશરે 12,000 મેગાવોટ સોલાર ઊર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન બંધ થતાં સાંજે 5થી રાત્રે 11 વાગ્યા દરમિયાન વીજ માગને પહોંચી વળવાનો પડકાર ઊભો થાય છે. પવન ઊર્જાના ઉત્પાદનમાં પણ અનિયમિતતા રહે છે. આવી સ્થિતિમાં કોલસા અને ગેસ આધારિત વીજ મથકો ઉપરાંત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઊર્જા વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલમાં 192 મેગાવોટ ક્ષમતાની BESS સિસ્ટમ કાર્યરત છે. 2,742 મેગાવોટની પાવર ક્ષમતા અને 5,517 મેગાવોટ-કલાકની સંગ્રહ ક્ષમતા માટેના કરાર પૂર્ણ થયા છે. માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ/1,000 મેગાવોટ-કલાકની ક્ષમતા કાર્યરત કરવાનું આયોજન છે. જ્યારે 1,000 મેગાવોટ/4,000 મેગાવોટ-કલાકની ક્ષમતાના પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સોલાર ઊર્જાનો સંગ્રહ કરીને સાંજે ઉપયોગ કરવો આ આયોજનનો મુખ્ય હેતુ છે. 2028-29થી વધારાની વીજળી મળવાની આશા લાંબા ગાળાની વીજ જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્ર સરકારના થર્મલ પાવર સ્ટેશનોમાંથી 1,300 મેગાવોટથી વધુ અને હાઇડ્રો પાવર સ્ટેશનોમાંથી 1,200 મેગાવોટથી વધુ વીજળીની ફાળવણી થઈ છે. આ વીજળી 2028-29થી તબક્કાવાર ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. વર્ષ 2031-32 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રના થર્મલ પાવર સ્ટેશનોમાંથી વધુ 5,000 મેગાવોટથી વધુ વીજળી ફાળવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત GUVNL દ્વારા SHAKTI યોજના હેઠળ 4,000 મેગાવોટ વીજળી માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાંથી 2030-31થી વીજળી મળવાની સંભાવના છે. ઉકાઈમાં 800 મેગાવોટનો નવો પ્લાન્ટ રાજ્યમાં વીજ ઉત્પાદન વધારવા માટે નવા પ્રોજેક્ટ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. ઉકાઈ ખાતે 800 મેગાવોટનો નવો થર્મલ પાવર પ્લાન્ટ નિર્માણાધીન છે, જે સપ્ટેમ્બર 2029થી વીજ ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે. સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા થર્મલ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે જમીન સંપાદન અને સૈદ્ધાંતિક મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત, NPCIL સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ 2032માં કાર્યરત થવાની સંભાવના છે. ખેડૂતો અને ઉદ્યોગોને વીજ પુરવઠો જાળવવા સૂચના બેઠકમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો મળે તે માટે ટૂંકા ગાળાના પગલાં અને લાંબા ગાળાના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. ખેતીવાડી લોડને દિવસના સૂર્યપ્રકાશના કલાકોમાં વાળીને સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગ્રીડનું સંતુલન જાળવવા રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર અને વીજ વિતરણ કંપનીઓ સતત કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજ માગ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરીને ઊર્જા વિભાગને ભાવિ આયોજન અને વીજ ઉત્પાદન વધારવાની કામગીરી વધુ ઝડપથી આગળ ધપાવવા દિશાનિર્દેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રૂપાલની પલ્લી નીજ મંદિરે પરત ફરી:માતાજીને 45 કરોડના ઘીનો અભિષેક, ગામના રસ્તાઓ પર ઘીની નદી વહી, લોકોએ વાસણો ભર્યા; ભક્તોનું કીડિયારું ઉભરાયું
    Next Article
    અમરેલીના મોટા દેવળીયા ગામે 206 બોટલ વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment