Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગમાં એકસાથે 365 RFOની બદલી:વડોદરા, ગાંધીનગર, મહેસાણા, અમરેલી સહિતની વિવિધ રેન્જના RFOની નવી જગ્યાઓ પર નિમણૂક, જુઓ લિસ્ટ

    9 hours ago

    ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં એકસાથે 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની મોટા પાયે બદલી કરવામાં આવી છે. તા. 30 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશથી વન વિભાગમાં વ્યાપક પ્રશાસનિક હલચલ જોવા મળી છે. વિવિધ રેન્જના RFOને નવી જગ્યાઓ પર નિમણૂક આ બદલી આદેશ હેઠળ ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓ અને રેન્જમાં ફરજ બજાવતા RFOને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. ઘણા અધિકારીઓને સામાજિક વનવિભાગ, પ્રોટેક્શન સર્કલ, તેમજ ખાસ પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીનું જુઓ લિસ્ટ કાર્યક્ષમતામાં વધારો લાવવા નિર્ણય કરાયો વિભાગના સૂત્રો મુજબ, લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલવાના તેમજ કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વન સંરક્ષણ, વનવિસ્તાર અને પ્રોજેક્ટ અમલીકરણને વધુ ગતિ મળે તેવો હેતુ પણ રહેલો છે. હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચના આદેશમાં તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા અને હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ મોટા પાયે થયેલી બદલીથી કાર્યપદ્ધતિમાં પારદર્શિતા વધશે અને મેદાન સ્તરે કામકાજ વધુ અસરકારક બનશે.
    Click here to Read More
    Previous Article
    બજરંગ દળના કાર્યકર પર લઘુમતી સમાજના ટોળાનો હુમલો:મંદિરથી દર્શન કરી જતા સમયે વાહન અડી જતા માર માર્યો, પોલીસ ટોળું આવતા નાસી ગયાનો આક્ષેપ
    Next Article
    Zayed Khan On Backlash Over Mother Zarine Khan's Hindu Last Rites: "We Don't Need To Say Why"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment