Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન ફાળવાયું, કલેક્ટરો જરૂરિયાત પ્રમાણે મંગાવી વિતરણ કરાશે

    9 hours ago

    અમેરિકા ઇઝરાઇલ અને ઈરાન યુદ્ધની સ્થિતિને લઈ રાજ્યમાં LPGના પુરવઠા સામે વધતી માંગને પહોંચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેશનિંગમાં બંધ કરાયેલા કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરી ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાતને વધારાનો 1452 KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક જિલ્લાને કલેક્ટર હસ્તક ગ્રામ્ય વિસ્તારો માટે 36,000 લીટર (36 KL) કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના પરિવારો, શાળાની હોસ્ટેલો, મધ્યાહ્ન ભોજન અને વૃદ્ધાશ્રમોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થાને 25 લિટર મળશે નવી માર્ગદર્શિકા મુજબ, કલેક્ટરો દ્વારા જરૂરિયાત મુજબ આ જથ્થો મંગાવી શકશે. જેમાં સામાન્ય પરિવાર દીઠ 5 લીટર અને સેવાકીય સંસ્થાઓને 25 લીટર સુધી કેરોસીન મળી શકશે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં PNG નેટવર્ક મજબૂત હોવાથી ત્યાં કોમર્શિયલ અને ઘરેલું વપરાશકારોને PNG કનેક્શન પર ભાર મૂકવા જણાવ્યું છે. ઇંધણની અછત દૂર કરવા માંગ પ્રમાણે કેરોસીન મંગાવી વિતરણ કરાશે‎ પ્રશ્ન: અંતરિયાળ ગામડાના લોકો માટે જ‎આ વ્યવસ્થા છે?‎ જવાબ: હા, જે લોકો પાસે સગવડતા નથી‎તેમની માટે વ્યવસ્થા છે.‎ પ્રશ્ન: ક્યારથી કેરોસીનનું વિતરણ શરૂ‎થશે?‎ જવાબ: ગ્રામીણ વિસ્તારમાં કેરોસીનની‎જરૂરિયાત છે તેવી માગણી આવશે તો અમે‎ગાડી મંગાવીશું.‎ પ્રશ્ન: જિલ્લાને કેટલા લીટર કેરોસીન‎મળશે? જવાબ: જરૂરિયાત પ્રમાણે મળશે તેમાં‎કોઈ લિમિટ નથી.1200 લીટર નું ટેન્કર‎આવે છે. તેટલી માગણી આવે તે પ્રમાણે‎ઓર્ડર આપીશું.‎‎ પ્રશ્ન :સરકારે કેરોસીન ફાળવી દીધું છે? જવાબ: હા, સરકારે કેરોસીન ફાળવી દીધું‎છે.‎‎ પ્રશ્ન: કેરોસીન નો જથ્થો જિલ્લાને મળી‎ગયો છે? જવાબ: કેરોસીન ની હજુ આપણી પાસે‎માગણી આવી નથી જથ્થો મંગાવીશું પછી‎આપણને મળશે.‎‎ પ્રશ્ન:વિતરણ માટે ની કઈ રીતે વ્યવસ્થા‎કરવામાં આવશે?‎ જવાબ: જે લોકો પાસે સ્ટોરેજની વ્યવસ્થા‎હશે એટલે કે જેની પાસે 200 લીટર‎સ્ટોરેજના પીપ હશે તે લોકોને પ્રથમ‎પ્રાથમિકતા આપીશું પરંતુ સગવડતાની‎સાથે તેમના ભૂતકાળની હિસ્ટ્રી જોઈને‎નિર્ણય લેવાશે.‎
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:5500 વર્ષ જૂનો ભીમનો ખાંડણીયો કુછડી -ખીમેશ્વર મહાદેવ મંદિરે આજે પણ હયાત
    Next Article
    Requests for new PNG connections in Delhi up by 200% in 2 weeks as war rages in West Asia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment