Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ગીરીરાજ જૈન દેરાસરમાં અઢાર અભિષેક કરાયો:શ્રી પાર્શ્વનાથ ભગવાનની 36મી સાલગીરાહ પૂર્વે શુદ્ધિકરણ અનુષ્ઠાન

    14 hours ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા ગીરીરાજ જૈન દેરાસરમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનની 36મી સાલગીરાહ નિમિત્તે અઢાર અભિષેક અનુષ્ઠાન યોજાયું હતું. આ પાવન પ્રસંગ ભવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સાહેબની નિશ્રામાં સંપન્ન થયો હતો. ગીરીરાજ સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિધિકાર જીતુભાઈ વિંછીયાવાળા અને સંગીતકાર કમલેશભાઈ ભાવનગરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં સકળ સંઘે ઉત્સાહભેર અઢાર અભિષેકમાં ભાગ લીધો હતો. આ અભિષેકનો મુખ્ય ઉદ્દેશ ભગવાનની સાલગીરાહ પૂર્વે દેરાસરનું શુદ્ધિકરણ કરવાનો હતો. આ ઉપરાંત, જિનાલયમાંથી કોઈપણ આશાધનાઓ દૂર થાય અને સકળ સંઘ દ્વારા દેરાસરના કાર્યોમાં થયેલ કોઈપણ અવિધિ કે અવિવેક દૂર થાય તે માટે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    'સાત સમુન્દર પાર' પણ 'કિંગ' કોહલીનો ક્રેઝ!:કોરિયન બ્લોગરે વિરાટ લખેલી RCBની જર્સીને કિસ કરી; કહ્યું- 'હું પાગલ ફેન છું'
    Next Article
    ગોપાલભાઈ સાંબોળ દ્વારકાધીશ મંદિરના નાયબ મામલતદાર બન્યા:અખિલ ભારતીય રબારી-ભરવાડ સમાજના ગોર મહારાજે શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment