Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો:કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદે 5.6 કિમી ઊંડે નોંધાયું; જાનહાનિ નહી,મોન્સૂન ફેસ્ટિવલ વચ્ચે સ્થિતિ સામાન્ય

    8 hours ago

    ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા નજીક 8 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે આશરે 10:00 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, આ આંચકાને કારણે સ્થાનિકોમાં ક્ષણિક ચિંતા જોવા મળી હતી, પરંતુ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. મહારાષ્ટ્રની સરહદમાં કેન્દ્રબિંદુ નોંધાયું ISRના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ 20.470° ઉત્તર અને રેખાંશ 73.689° પૂર્વ પર હતું. આ સ્થળ સાપુતારાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ (SSW) દિશામાં આશરે 14 km દૂર મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવેલું છે. જમીનથી માત્ર 5.6 kmની ઓછી ઊંડાઈ હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં આંચકા વધુ સ્પષ્ટ અનુભવાયા હતા. મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓ સુરક્ષિત હાલ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2026 ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર છે. રાત્રિના સમયે આંચકા અનુભવાતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કૂતૂહલ સર્જાયું હતું, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહી હતી અને કોઈ ભાગદોડ કે ગભરાટ ફેલાયો ન હતો. તંત્રની અફવાઓથી દૂર રહેવા અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતીને બદલે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવા જણાવાયું છે. હાલ વહીવટી એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઇબ્રિડ-EV કારો 1 એપ્રિલ 2027થી સસ્તી થશે:પેટ્રોલ-ડીઝલ ગાડીઓ મોંઘી મળશે, વધુ પ્રદૂષણ કરતી કારો પર દંડ લાગશે; નવી પોલિસીનો ડ્રાફ્ટ જાહેર
    Next Article
    Atiq Ahmed Son Abaan Funeral:अबान को कंधा देते ही फूट-फूटकर रोए तीनों भाई,Ali Ahmed ने बोले ये शब्द

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment