Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    36 કલાકમાં 18 ઈંચ વરસાદથી સ્માર્ટ સિટીની સૂરત બગડી:ઘર-દુકાનમાં પાણી ઘૂસ્યા, બસ ફસાતા લોકોએ 'બચાઓ બચાઓ'ની બૂમો પાડી; કાલે શાળા-કોલેજો ને કાપડ માર્કેટ બંધ

    1 day ago

    સુરતમાં સોમવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ મંગળવારે પણ યથાવત રહેતા સ્માર્ટ સિટીની સૂરત બગડી ચૂકી છે. શહેરમાં 36 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ પર જ્યાં વાહનો દોડતા હતા ત્યાં આજે લોકોના રેસ્ક્યૂ માટે બોટ ચલાવવાની સ્થિતિ આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. શોપિંગ કોમ્પલેક્સ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા મોટી સંખ્યામાં વાહનો ડૂબી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 16 કલાકમાં 162 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 13 ઈંચ, જલાલપોરમાં 11 ઈંચ અને કપરાડામાં 10 ઈંચ વરસાદ ખબાક્યો છે. સુરતની પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો સુરત શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો ચાલી રહી છે. સુરત મનપા દ્વારા લિંબાયત ઝોનમાં 300થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. સરથાણામાં આવેલી આદર્શ નિવાસી શાળાની ગર્લ્સ હોસ્ટેલની 80 છોકરીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સચિન રેલવે સ્ટેશન પાસે બે છોકરાઓ પાણીમાં તણાઈ જતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન સુરત મહાનગરપાલિકાને 90થી વધુ પાણી ભરાવાના કોલ મળ્યા હતા. તાપી નદીના કોઝવેની સપાટી ભયજનક સ્તર વટાવી 7.16 મીટરે પહોંચી સુરતમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા કોઝવેની સપાટીએ ભયજનક સ્તર વટાવી દીધું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઝવેની સાચી ભયજનક સપાટી 6 મીટર નક્કી કરવામાં આવેલી છે, પરંતુ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે વર્તમાન સપાટી વધીને 7.16 મીટર પર પહોંચી ગઈ છે. હાલમાં કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર વહી રહ્યું છે અને તે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. સુરતમાં PSIએ મહિલાને પીઠ પર ઊંચકી પાણીમાંથી બહાર કાઢ્યા સુરતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા આઝાદનગર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો ફસાયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનના PSI સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને લોકોને ઊંચકીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બુધવારે સુરત શહેર-જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર સુરત શહેરમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હોય શહેર અને જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરમાં BRTS-સિટી બસની વ્યવસ્થા ખોરવાઈ સુરત શહેરમાં અવિરત ચાલી રહેલ અતિ ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આજ તા.7 જુલાઈ,2026ને મંગળવારના રોજ જાહેર પરિવહન સેવા રોડ-રસ્તા પર પાણી ભરાવાને કારણે બ્લોક હોઈ ખોરવાઈ જવા પામી હતી. વધુમાં હજી પણ હવામાન ખાતાની સુચના મુજબ આવતી કાલે તા.8 જુલાઈ,2026 ને બુધવારના રોજ પણ ભારે વરસાદની આગાહી હોઈ સલામતીને ધ્યાને લઇ રોડ-રસ્તા પરના પાણી ઉતરતા/ઓસરતા પરિસ્થિતિ મુજબ બસોને તબક્કાવાર રૂટો પર શરુ કરવામાં આવશે. ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે (7 જુલાઈ) પણ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહીનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસું 2026: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ, તેમજ પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘા તાલુકામાં 6-6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 07 જુલાઈ, 2026 સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ થયો છે. જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીએ બેથેલનો કેચ પકડ્યો:હર્ષિતને સતત બે વિકેટ; પ્રિન્સે બટલર-બ્રુકને આઉટ કર્યા; ભારત સામે ઇંગ્લેન્ડનો સ્કોર 128/4
    Next Article
    Ground Report | મેઘરાજાએ બોલાવી ધમાચકડી | મેઘરાજાનું 'મોરે-મોરો' | Rain Forecast | Monsoon | Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment