Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી:વેપારીએ દાગીના બનાવવા માટે કારીગરને કટકે-કટકે 357 ગ્રામ ફાઈન સોનુ આપ્યું હતું, 40 લાખનું સોનુ લઇ કારીગર ફરાર

    1 week ago

    રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ કારીગરો ભાગી જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક વેપારીનું સોનુ લઇ કારીગર ફરાર થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોરબી રોડ પર અભીરામ પાર્કમાં જે.કે. કોમ્પલેક્સમાં રહેતા જયદિપભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.35)નું રૂ.40 લાખનું ફાઈન સોનું કારીગર હારૂન કૌશર શેખ ઓળવી જતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફાઈન સોનું આપી દાગીના બનાવડાવતા હતા વેપારી જયદિપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘરેથી ભક્તિ ઓર્નામેન્ટ નામની પેઢી રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી જુની ગુજરી બજાર જવેલ પોઈન્ટ સામેના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હારૂનને ફાઈન સોનું આપી દાગીના બનાવડાવતા હતા. છેલ્લે તેણે સોય, દોરા અને લટકણ વગેરે દાગીના બનાવવાનું કામ હારૂનને સોપ્યું હતું. ગત સપ્ટેમ્બર મહિનામાં સોની બજાર બોઘાણી શેરીમાં એ.બી. ટાવરમાં આવેલ આર.જે. ઓર્નામેન્ટમાં રૂ.11.42 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન ત્યાંથી 100 ગ્રામ ફાઈન સોનાનું બિસ્કિટ દાગીના બનાવવા લઈ ગયો હતો. થોડા દિવસ બાદ ફરીથી આર.જે. ઓર્નામેન્ટમાં રૂ.28.98 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન 257 ગ્રામ ફાઈન સોનું લઈ ગયો હતો અને આઠ દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી. પરંતુ વાયદો પુરો નહીં કરતા તેમનો સંપર્ક કરી પૂછતાં થોડા દિવસમાં બનાવી આપીશ તેમ કહીં ટાઈમ પસાર કરતો રહ્યો હતો. ગત ઓક્ટોબર મહિનામાં તેની દુકાને જતા ફરીથી બહાના બતાવ્યા હતા. ત્યાર પછી દુકાન જ બંધ કરી ક્યાંક જતો રહેતાં આખરે તેના વિરુદ્ધ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી:યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું
    Next Article
    World Happiness Report 2026: Heavy Social Media Use Linked to Lower Life Satisfaction Among Teenagers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment