Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં પોલીસની ઓળખ આપી દાગીના પડાવી લીધા:ત્રણ ઠગબાજોએ વેપારીના 3.57 લાખના સોનાના દાગીના કાગળમાં મૂકાવી કાંકરા પધરાવી દીધા, એકની ધરપકડ

    11 hours ago

    નવસારી જિલ્લાના બીલીમોરામાં પોલીસની ખોટી ઓળખ આપી વેપારી સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે ત્રણ અજાણ્યા શખ્સોએ 59 વર્ષીય વેપારીને રોકી પોલીસ હોવાનો દંભ કર્યો હતો. ત્યારબાદ ચોરીનો ભય બતાવી તેમની પાસેથી કુલ રૂ. 3.57 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બીલીમોરા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. મોપેડ રોકી લાયસન્સ બતાવવાનું કહ્યું બીલીમોરાના ઓમકારેશ્વરનગર મોહનપાર્ક સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા 59 વર્ષીય કૈલાશકુમાર ગોપાળભાઈ પટેલ 9 સપ્ટેમ્બરના રોજ સવારે પોતાની દીકરીના ઘરનું કામ જોવા પાટી ગામ ગયા હતા. ત્યાંથી પરત ફરી તેઓ અમલસાડ બેંકના કામ માટે જઈ રહ્યા હતા. દરમિયાન સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે કાળા રંગની પલ્સર પર આવેલા બે શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો. બંનેએ પોતે પોલીસમાં હોવાનું કહી કૈલાશકુમારને મોપેડ સાઇડમાં ઊભી રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ પાછળથી કાળા રંગના બર્ગમેન મોપેડ પર 40થી 45 વર્ષની ઉંમરનો અન્ય એક શખ્સ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ઠગબાજોએ કૈલાશકુમાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા તેમણે મોબાઇલમાં લાયસન્સ બતાવ્યું હતું. સોનું કાઢાવી કાગળમાં મૂકાવ્યું આરોપીઓએ વિસ્તારમાં ચોરીઓ વધી હોવાનું કહી કૈલાશકુમારને સોનું પહેરીને ન ફરવાની સલાહ આપવાના બહાને ડરાવ્યા હતા. તેમના કહેવા પર કૈલાશકુમારે જમણા હાથમાં પહેરેલું આશરે 36 ગ્રામનું સોનાનું લુસ અને ગળામાં પહેરેલી આશરે 15 ગ્રામની સોનાની ચેઇન-પેન્ડલ કાઢી પેન્ટના ખિસ્સામાં મૂક્યાં હતાં. તે દરમિયાન માસ્ક પહેરેલા એક શખ્સે દાગીના ખિસ્સામાં ન રાખવા કહી કાગળમાં મૂકવાનું જણાવ્યું હતું. કૈલાશકુમારે દાગીના કાગળમાં મૂક્યા બાદ આરોપીએ કાગળ વાળીને તેમને પરત આપી દીધો હતો. પેટ્રોલપંપ પર કાગળ ખોલતાં કાંકરા મળ્યા ઠગબાજો ત્યાંથી નીકળી ગયા બાદ કૈલાશકુમાર કાગળ લઈને નજીકના બાપુજી પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે કાગળ ખોલીને તપાસ કરતાં સોનાના દાગીનાની જગ્યાએ માત્ર કાંકરા મળી આવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેઓ તાત્કાલિક બીલીમોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાકાબંધી કરી મહારાષ્ટ્રના આરોપીને ઝડપી પાડ્યો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બીલીમોરા પોલીસ કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે સઘન તપાસ અને નાકાબંધી હાથ ધરી ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ અસદઉલ્લા ફૈયાઝ ખાન હોવાનું અને મહારાષ્ટ્રનો વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સામેલ તેના અન્ય બે સાગરીતોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    MS યુનિ.માં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના બે કપલની પ્રેમલીલા, VIDEO:બિનધાસ્ત બની આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જ KISS કરી, ડીને કહ્યું-શિસ્ત સમિતિની રચના કરી
    Next Article
    પંચમહાલમાં 'રાષ્ટ્રીય પોષણ માસ' ઉજવણીનો પ્રારંભ:'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' થીમ પર આયોજન;પોષણ અભિયાનને જન આંદોલન બનાવવા DDOનું આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment