Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રભરનાં વેપાર ઉદ્યોગને લાભ મળશે:રાજકોટ રેલવે દ્વારા હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે આધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર, માલસામાનનું પરિવહન વધુ ઝડપી અને સુરક્ષિત બનશે

    8 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે માલપરિવહન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાપા યાર્ડ ખાતે રૂ. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી અને મરામત માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કાર્ય ગતિ શક્તિ યુનિટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે રેલવેની કાર્યક્ષમતાનો પરિચય આપે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરનાં વેપાર ઉદ્યોગને તેનો મોટો લાભ મળશે. અને ઉદ્યોગકારોનાં માલસમાનનું પરિવહન ઝડપી બનવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે. રોડ સેફ્ટી (ચર્ચગેટ) ના મુખ્ય વહીવટી અધિકારી અમિત મનુવાલ અને રાજકોટ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા આ નવો વેગન શેડ બનાવાયો છે. જે 172 મીટર લાંબો અને 25 મીટર પહોળો છે, તો તેની ઊંચાઈ 16.5 મીટર રાખવામાં આવી છે. આધુનિક સ્થાપત્ય શૈલી મુજબ તેમાં ટ્રસ વગરની હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શેડની અંદર વેગનની મરામત માટે પણ 3 રેલવેટ્રેક બિછાવવામાં આવ્યા છે. અધિનિક વેગન શેડમાં ભારે મશીનરીના ઉપયોગ સામે ફ્લોરિંગ સુરક્ષિત રહે તે માટે ખાસ હાર્ડોનાઈટ ફ્લોરિંગ તૈયાર કરાયું છે. કર્મચારીઓની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને કારણે કર્મચારીઓ હવે અત્યંત સુરક્ષિત રીતે વેગનની તપાસ કરી શકશે. તેમજ વેગન શેડની સાથે સાથે અહીં કર્મચારીઓની સુવિધા માટે એક આધુનિક વહીવટી ભવન પણ નિર્મિત કરવામાં આવ્યું છે. અન્ય સુવિધાઓની વાત કરીએ તો 78 મીટર લાંબા આ ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં રેલવેમાં કાર્યરત મહિલા કર્મચારીઓની સુવિધા માટે અલગ મહિલા વિશ્રામ ખંડની વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આખા પરિસરમાં સીસી રોડ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વિશાળ પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી કામકાજ દરમિયાન શિસ્ત અને સુવિધા જળવાઈ રહે. આ નવા શેડના નિર્માણથી રાજકોટ ડિવિઝનની માલવાહક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ થવાથી હાપા યાર્ડમાં ભીડ ઘટશે અને વેપારીઓ તેમજ ઉદ્યોગોને માલ લોડિંગ માટે વેગન વધુ ઝડપથી મળી રહેશે. આધુનિક ટેકનિકલ પરીક્ષણો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનતા સમય અને નાણાંની પણ મોટી બચત થશે. આમ, આ નવો વેગન શેડ રેલવેની આવકમાં વધારો કરવાની સાથે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અહીં રોજ માત્ર 12 વેગનની મરામત થતી હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન સુધી પહોંચશે. આ ઉપરાંત, દર મહિને થતું રૂટિન ઓવરહોલિંગ (ROH) આઉટટર્ન પણ 70 વેગનથી વધીને 125 થી વધુ થવાની અપેક્ષા છે. સૌથી મોટો ફાયદો એ થશે કે 'સીક' એટલે કે ખરાબ થયેલા વેગન જે પહેલા સરેરાશ 10 દિવસે રિપેર થતા હતા, તે હવે માત્ર 3 દિવસમાં તૈયાર થઈ જશે. જેને લઈને માલપરિવાહન ઝડપી બનવાની સાથે રેલવે તંત્રની આવકમાં વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલાં:અમદાવાદની પીડિતાને 31st ઉજવવા આબુ લઈ ગઈ, હોટલમાં બિયર પીવડાવ્યું; યુવક મિત્રએ દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો
    Next Article
    "Wasn't Saying Nice Things": Pak Captain Agha On Controversial Run Out

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment